click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો
Gujarat

સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો

ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા.

Last updated: 2025/09/01 at 11:56 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો અત્યંત આક્રમક રીતે ઉઠાવ્યો હતો. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે વિશ્વમાં આતંકવાદ ફેલાવવા માટે તે દેશ સૌથી મોટો જવાબદાર છે. મોદીએ જણાવ્યું કે આતંકવાદ આજના સમયમાં વિશ્વ માટે સૌથી મોટું જોખમ છે, જે માનવતા માટે ગંભીર પડકાર ઉભો કરી રહ્યું છે. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આતંકવાદના કારણે હજારો પરિવારો તૂટ્યા છે, કેટલાંય બાળકો અનાથ થયા છે અને અનેક નિર્દોષ લોકો પોતાની જિંદગી ગુમાવી ચૂક્યા છે. તાજેતરમાં જ પહલગામમાં થયેલા આતંકી હુમલાનું ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે ભારતે હંમેશાં દ્રઢતાથી આતંકવાદનો સામનો કર્યો છે અને આગળ પણ એ જ રીતે લડત આપશે. તેમણે વિશ્વ સમક્ષ આહ્વાન કર્યું કે આતંકવાદના મુદ્દે કોઈ દેશ બેવડું વલણ ન રાખે અને તેને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ ન કરે.

Sharing my remarks during the SCO Summit in Tianjin. https://t.co/nfrigReW8M

— Narendra Modi (@narendramodi) September 1, 2025

SCO સમિટમાં મોદીએ એક નવી વ્યાખ્યા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે SCOમાં Sનો અર્થ Security (સુરક્ષા), Cનો અર્થ Connectivity (કનેક્ટિવિટી) અને Oનો અર્થ Opportunity (અવસર) છે. તેમના અનુસાર, ભારતે હંમેશાં SCOના માધ્યમથી સકારાત્મક યોગદાન આપ્યું છે અને ભારતની નીતિ આ ત્રણ સ્તંભો પર આધારિત છે. સુરક્ષા ક્ષેત્રે ભારત આતંકવાદ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે, કનેક્ટિવિટી ક્ષેત્રે ભારત ક્ષેત્રિય વિકાસ અને વેપાર માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને અવસર ક્ષેત્રે ભારત વૈશ્વિક સહકાર વધારવા માટે આગળ છે.

#WATCH | Prime Minister Narendra Modi, Russian President Vladimir Putin and Chinese President Xi Jinping had a candid interaction as the world leaders arrived at the venue of the Shanghai Cooperation Council (SCO) Summit in Tianjin, China. pic.twitter.com/d3wzxh833d

— ANI (@ANI) September 1, 2025

આંતરરાષ્ટ્રીય મંચ પર મોદીના આ નિવેદનનું ખાસ મહત્વ હતું કારણ કે સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ હાજર હતા. આવી સ્થિતિમાં મોદીએ આતંકવાદ મુદ્દે કરેલા પ્રહાર વિશ્વ સમક્ષ ભારતની દૃઢતા દર્શાવે છે. ભારતે પહેલેથી જ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જો સંયુક્ત નિવેદનમાં પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ નહીં કરવામાં આવે તો ભારત તેને સ્વીકારશે નહીં. આ દ્વારા ભારતે વિશ્વને બતાવ્યું કે તે આતંકવાદ મુદ્દે કોઈ સમજૂતી નહીં કરે.

#VideoOfTheDay

🇷🇺🇮🇳🇨🇳 President of Russia Vladimir Putin, Prime Minister of India Narendra Modi, and President of China Xi Jinping just before the start of the #SCO Summit

📹 © https://t.co/1iwVtSG6SN pic.twitter.com/o1rqQWYhT7

— MFA Russia 🇷🇺 (@mfa_russia) September 1, 2025

મોદીએ ચીનને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે SCO કોઈ એક દેશના પ્રભુત્વ હેઠળનું સંગઠન નથી, પરંતુ તે સમાન સહકાર અને પડકારોનો સામનો કરવા માટે રચાયેલું સંગઠન છે. આ નિવેદન દ્વારા તેમણે ચીનની હઠધર્મી નીતિઓને પડકાર્યો છે. નોંધનીય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પડદા પાછળથી પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. અનેક વર્ષોથી ચીન પાકિસ્તાનને આર્થિક અને લશ્કરી મદદ પૂરી પાડીને તેને આતંકવાદનું કેન્દ્ર બનવા માટે પ્રોત્સાહિત કરતું આવ્યું છે.

વડાપ્રધાન મોદીના આ સંબોધનથી સ્પષ્ટ થયું કે ભારત માત્ર પોતાના માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. તેમણે એક કાંકરે બે પક્ષીઓ માર્યા – પાકિસ્તાન પર આકરો પ્રહાર કરીને અને ચીનને સ્પષ્ટ સંદેશ આપીને કે આતંકવાદનો કોઈપણ સ્વરૂપમાં વિરોધ જરૂરી છે. SCO સમિટમાં તેમનું આ સંદેશ માત્ર સભ્ય દેશો સુધી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે એક મજબૂત સંદેશ તરીકે સામે આવ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, china, Connectivity, india news, international news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, Opportunity, pm modi, SCO, SCO સમિટ, security, Terrorists, top news channel, આંતરરાષ્ટ્રીય મંચ, ચીન, તિયાનજિન શહેર, પાકિસ્તાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 1, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિરિમાળા
Next Article PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?