વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય જીવનમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે અને હવે તેમણે એક વધુ મહત્વપૂર્ણ કિર્તીમાન પોતાના નામે કર્યો છે. 25 જુલાઈ, 2025ના રોજ પીએમ મોદીએ વડાપ્રધાન પદે પોતાના 4078 દિવસ પૂર્ણ કર્યા છે, જેના કારણે તેમણે દેશની ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઈન્દિરા ગાંધી 24 જાન્યુઆરી, 1966થી 24 માર્ચ, 1977 સુધી સતત 4077 દિવસ વડાપ્રધાન રહી હતી. હવે નરેન્દ્ર મોદી દેશના બીજા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેનારા નેતા બની ગયા છે.
પીએમ મોદી 1947 પછી જન્મેલા પ્રથમ એવા વડાપ્રધાન છે જેમણે દેશનું નેતૃત્વ કર્યું છે. તેમનું રાજકીય માર્ગદર્શન માત્ર કેન્દ્ર સુધી મર્યાદિત નથી રહ્યું, તેમણે રાજ્ય સ્તરે પણ લાંબો સમય સરકાર ચલાવી છે. નરેન્દ્ર મોદીએ કુલ 24 વર્ષ સુધી રાજ્ય અને કેન્દ્રમાં લોકશાહી દ્વારા ચૂંટાયેલા નેતૃત્વમાં સરકાર ચલાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2001થી 2014 સુધી અને ત્યારબાદ 2014થી સતત દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે.
प्रधानमंत्री मोदी जी ने आज एक और नया रिकॉर्ड अपने नाम किया है।
अब प्रधानमंत्री मोदी सबसे ज्यादा लंबे समय तक लगातार PM रहने वाले दूसरे नेता बनने वाले हैं. PMO में 4 हजार 78 दिन पूरे कर लिए हैं.
जिसके बाद उन्होंने देश की पूर्व प्रधानमंत्री इंदिरा गांधी को भी पीछे छोड़ दिया है।… pic.twitter.com/F1ISQg1RWR
— One India News (@oneindianewscom) July 25, 2025
પીએમ મોદી માત્ર બીજેપીના જ નહિ પરંતુ ભારતના ઇતિહાસમાં એવા પ્રથમ નેતા છે જેઓ કોઈ પણ રાજકીય પક્ષના નેતાના રૂપે સતત છ ચૂંટણી જીત્યા છે. તેમણે 2002, 2007 અને 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ તથા 2014, 2019 અને 2024માં લોકસભાની ચૂંટણીઓમાં વિજય પ્રાપ્ત કર્યો છે.
મોદીનો આજેનો આ ઐતિહાસિક દિવસ તેમને બિન-કોંગ્રેસી વડાપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ ધરાવનારા નેતા તરીકે સ્થાપિત કરે છે. આ સાથે, પીએમ મોદી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન છે જેમણે બિન-હિન્દી ભાષી રાજ્યમાંથી આવીને દેશના શીર્ષ પદ સુધીનો સફર કર્યો છે.
હવે નરેન્દ્ર મોદીથી ઉપર માત્ર એક જ નામ રહે છે – પંડિત જવાહરલાલ નહેરૂ. નહેરૂએ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે 15 ઑગસ્ટ 1947થી 27 મે 1964 સુધી કુલ 6124 દિવસ પદ પર રહીને સેવામાં રહ્યા હતા. પીએમ મોદીને નહેરૂનો રેકોર્ડ તોડવા માટે હજુ આશરે 2048 દિવસ પદે રહેવાની જરૂર છે, જે માટે તેમનો ત્રીજો કાર્યકાળ મહત્વપૂર્ણ સાબિત થશે.