રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં બનેલી દુઃખદ ઘટના સમગ્ર રાજ્યને હચમચાવી નાખે તેવી છે. મનોહર થાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પીપલોડી ગામમાં આવેલા સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના ઇમારતના એક વર્ગખંડની છત અચાનક તૂટી પડતાં ગંભીર દુર્ઘટના બની છે. ઘટના સમયે વર્ગખંડમાં અંદાજે 60 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતાં, અને જાણકારી પ્રમાણે, લગભગ 25 બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 4 બાળકોના મૃત્યુ ની માહિતી મળી છે, જ્યારે 17થી વધુ બાળકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોમાંથી 10 બાળકોને તાત્કાલિક ઝાલાવાડ રેફર કરવામાં આવ્યા છે, જેમાંથી ત્રણથી ચારની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. ઘટના સમયે ત્યાં હાજર શિક્ષકો અને ગ્રામજનો તરત જ બચાવ માટે દોડી આવ્યા અને કાટમાળ દૂર કરી બાળકોને બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ કર્યો.
#Jhalawar #मनोहरथाना: विद्यालय भवन की छत गिरी, बेहद दुःखद घटना, करीब 60 से अधिक बच्चे दबे ,JCB की मदद से मलबा हटाने का कार्य जारी, घायल बच्चों को मनोहरथाना CHC लाया जा रहा, राजकीय उच्च प्राथमिक विद्यालय पीपलोदी का मामला @JhalawarPolice @DmJhalawar @madandilawar @BhajanlalBjp pic.twitter.com/kINNZtNmSM
— Rajkamal Meena (बिनौरी) (@RKmeena31895) July 25, 2025
દુર્ઘટના એટલી ગંભીર હતી કે પળોમાં શાળાનું વર્ગખંડ સંપૂર્ણપણે ખંડેરમાં ફેરવાઈ ગયું. હાલ ઘટનાસ્થળે સ્થાનિક વાસીઓ અને પોલીસ તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલ બાળકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને સરકાર તરફથી તેમના તમામ સારવાર ખર્ચની જવાબદારી લેવામાં આવી છે.
ઘટનાને લઈને રાજકીય પ્રતિસાદ પણ મળવા લાગ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “ઝાલાવાડમાં સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાથી બાળકો અને શિક્ષકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો દુઃખદ છે. ભગવાનને પ્રાર્થના છે કે જાનહાનિ ઓછામાં ઓછી રહે અને ઈજાગ્રસ્ત બાળકો ઝડપથી સ્વસ્થ થાય.”
झालावाड़ के मनोहरथाना में एक सरकारी स्कूल की इमारत गिरने से कई बच्चों एवं शिक्षकों के हताहत होने की सूचना मिल रही है। मैं ईश्वर से कम से कम जनहानि एवं घायलों को शीघ्र स्वास्थ्य लाभ देने की प्रार्थना करता हूं।
— Ashok Gehlot (@ashokgehlot51) July 25, 2025
રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રી મદન દિલાવરે પણ ઘટનાની ગંભીરતા જણાવતાં કહ્યું કે, “બાળકોની સારવાર તાત્કાલિક શરૂ કરાઈ છે અને તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. છત કેવી રીતે તૂટી તેની ઊંડાણપૂર્વક તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.”
આ દુર્ઘટનાએ ફરી એક વખત ગુજરાત અને રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં સરકારી શાળાઓના જર્જરિત ઈમારતોની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. બાળકોની સલામતી માટે તાત્કાલિક સમીક્ષા અને જરૂરી કામગીરી કરવી ફરજિયાત બની છે.