click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતથી 4500 કિમી દૂર મહાદેવ મંદિર માટે બે દેશ વચ્ચે 118 વર્ષ જૂનો વિવાદ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતથી 4500 કિમી દૂર મહાદેવ મંદિર માટે બે દેશ વચ્ચે 118 વર્ષ જૂનો વિવાદ
Gujarat

ભારતથી 4500 કિમી દૂર મહાદેવ મંદિર માટે બે દેશ વચ્ચે 118 વર્ષ જૂનો વિવાદ

રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ શાંત નથી થયું ત્યાં જગત એક નવા યુદ્ધનું સાક્ષી બની રહ્યું છે. દક્ષિણ-પૂર્વી એશિયાના બે પડોશી દેશ કંબોડિયા અને થાઈલેન્ડે એકબીજા પર હુમલો કર્યો છે.

Last updated: 2025/07/24 at 7:07 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

દક્ષિણ-પૂર્વ એશિયામાં ફરી એક વખત યુદ્ધના ધમધમાટ વચ્ચે જગત ધ્યાનથી જોય રહેલું છે. કેમ કે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ફરી જૂનો સરહદી વિવાદ ભડકી ઉઠ્યો છે, અને તે હવે હવાઈ હુમલાઓ સુધી પહોંચી ગયો છે. દોંધી દેશો એકબીજા પર હુમલાનો આરોપ લગાવી રહ્યા છે. થાઈલેન્ડે દાવો કર્યો છે કે, કંબોડિયાએ પહેલા હુમલો કર્યો હતો, જ્યારે કંબોડિયા કહે છે કે તેમણે ફક્ત સ્વરક્ષણમાં પગલું ભર્યું. થાઈ સૈન્યે ગુરુવારે કંબોડિયાનાં લશ્કરી સ્થાનો પર હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં ઐતિહાસિક ભગવાન શિવને સમર્પિત “પ્રીહ વિહાર મંદિર” નજીક બોમ્બ ફેંકાયા.

Contents
શિવ મંદિર વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ આ અથડામણોને પગલે 36,000 લોકો વિસ્થાપિત રાજદ્વારી સંબંધો અને આયાત પર રોક લગાવીસવારમાં મંદિર પાસે ગોળીબાર થયો જમીન પર બિછાવેલી સુરંગોથી સૈનિકો ઘાયલ 

આ લડાઈમાં અત્યાર સુધી 9 નાગરિકોના મોત અને 14 જેટલાને ઈજા પહોંચી છે. વધુમાં, રાજદ્વારી સંબંધો તૂટી ગયા છે અને આયાત-નિકાસ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. બંને દેશોની સરહદ પર છ વિસ્તારોમાં અથડામણ ચાલુ છે.

વિવાદના મૂળમાં છે “પ્રીહ વિહાર મંદિર”, જે 11મી સદીમાં ભગવાન શિવને સમર્પિત કરીને બનાવાયું હતું. 1907માં ફ્રેન્ચ નકશા અનુસાર આ મંદિર કંબોડિયામાં આવે છે, જેને 1962માં આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જોકે, 2008માં યૂનેસ્કોએ તેને વૈશ્વિક વારસો જાહેર કર્યો ત્યાર બાદથી જ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. 2011માં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો અને 36,000 લોકો ઘરસ્થાન ખોવાવા મજબૂર બન્યા હતા.

તેમ છતાં, આજે પણ થાઈલેન્ડ આ નિર્ણયથી સહમત નથી અને વિવાદ વારંવાર ભડકે ચડે છે. છેલ્લે, 24 જુલાઈએ સવારે થાઈ સૈનિકોએ કંબોડિયન ડ્રોન અને સૈનિકોને દોષ આપતાં ગોળીબાર શરૂ થયો અને બાદમાં હવાઈ હુમલાથી સ્થિતિ વધુ ગંભીર બની ગઈ. થાઈલેન્ડે આ વિસ્તારમાં લેન્ડમાઈનો બિછાવવાનો આરોપ પણ લગાવ્યો છે, જેને કારણે તેમના પાંચ સૈનિક ઘાયલ થયા છે. આ સમગ્ર સ્થિતિ હવે વિશ્વ સમુદાય માટે ચિંતા અને કૂટનીતિક હસ્તક્ષેપનો વિષય બની છે.

શિવ મંદિર વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ 

વર્ષ 2008માં કંબોડિયાએ પ્રીહ વિહાર મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનો દરજ્જો આપવાની માંગ કરી ત્યારે પણ થાઈલેન્ડ ભડક્યું હતું. જુલાઈ 2008 માં મંદિરને યુનેસ્કોની માન્યતા મળી, એ પછી સરહદી વિસ્તારમાં કંબોડિયન અને થાઈ સૈનિકો વચ્ચે અથડામણો શરૂ થઈ હતી, જે વર્ષો સુધી ચાલુ રહી અને 2011માં ચરમસીમાએ પહોંચી.

આ અથડામણોને પગલે 36,000 લોકો વિસ્થાપિત 

વર્ષ 2011માં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો, જેના કારણે 36,000 લોકો વિસ્થાપિત થયા હતા. કંબોડિયા ફરીથી 1962ના નિર્ણયને બહાલી આપવા માટે ફરી એકવાર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ગયું હતું. કોર્ટે બે વર્ષ પછી તેના અગાઉના નિર્ણયને ફરીથી સમર્થન આપ્યું હતું. આ નિર્ણયને થાઈલેન્ડ આજે પણ સ્વીકારી શક્યું નથી. પરિણામે બંને દેશ વચ્ચે નાની-મોટી અથડામણ થયા કરતી હતી, જે હવે હવાઈ હુમલા સુધી પહોંચી ગઈ છે.

રાજદ્વારી સંબંધો અને આયાત પર રોક લગાવી

24 જુલાઈ, ગુરુવારે સવારે થયેલી અથડામણના કલાકો પહેલા કંબોડિયાએ જાહેરાત કરી હતી કે, તે થાઈલેન્ડ સાથેના રાજદ્વારી સંબંધોને ‘સૌથી નીચા સ્તરે’ લઈ જઈ રહ્યું છે. કંબોડિયાએ થાઈલેન્ડમાંથી તેના એક સિવાયના બધા રાજદ્વારીઓને પાછા બોલાવવાની પણ જાહેરાત કરી છે, તો કંબોડિયાએ થાઈ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. કંબોડિયાએ થાઈલેન્ડમાંથી અમુક ચીજોની આયાત પણ અટકાવી દીધી છે.

સવારમાં મંદિર પાસે ગોળીબાર થયો 

થાઈ સૈન્યના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે 7:35 વાગ્યે થાઈલેન્ડના સુરીન પ્રાંત નજીક તા મુએન મંદિરની રક્ષા કરી રહેલા થાઈ સૈનિકોના એક યુનિટે કંબોડિયન ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. આ ઉપરાંત છ સશસ્ત્ર કંબોડિયન સૈનિકો થાઈલેન્ડ ચોકીની સામે કાંટાળા તારની વાડ પાસે પહોંચ્યા હતા. થાઈ સૈનિકોએ તેમને ચેતવણી આપવા બૂમ પાડી હતી, પરંતુ એને કાને ન ધરતા કંબોડિયન સૈનિકોએ સવારે 8:20 વાગ્યે મંદિરની પૂર્વ બાજુ તરફ ગોળીબાર કર્યો હતો.

જમીન પર બિછાવેલી સુરંગોથી સૈનિકો ઘાયલ 

થાઈ લશ્કરે કહ્યું હતું કે, કંબોડિયાએ વિવાદિત સરહદી વિસ્તારમાં નવી લેન્ડમાઈન બિછાવી છે, જેને લીધે લશ્કરી પેટ્રોલિંગ કરતી વખતે પાંચ થાઈ સૈનિકો ઘાયલ થયા હતા. કંબોડિયાએ લેન્ડમાઈન બિછાવી હોવાનો દાવો નકારી કાઢ્યો હતો. પરિણામે થાઈ સૈન્યએ કંબોડિયાના જમીની લશ્કરી થાણાં પર હવાઈ હુમલા કરી દીધા હતા.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Cambodia, dispute between two countries, gujarat cm, gujarati news, international news, latest news, Mahadev Temple, news channel in india, oneindianews, Russia and Ukraine, Thailand, top news, top news channel, ઈઝરાયેલ-પેલેસ્ટાઈન, કંબોડિયા, થાઈલેન્ડ, પ્રીહ વિહાર મંદિર, ભારત, મહાદેવ મંદિર, રશિયા-યુક્રેન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article માલદીવ રાષ્ટ્રપતિના સાળાનો વિવાદાસ્પદ આરોપ: મોદીને આતંકી અને ઇસ્લામના દુશ્મન કહ્યા
Next Article પીએમ મોદી દેશના બીજા સૌથી લાંબા સમય સુધી પદે રહેનારા વડાપ્રધાન બન્યા, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તૂટ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?