ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 18 વર્ષથી ચાલી રહેલી લાંબી અને જટિલ વાટાઘાટો પછી અંતે મંગળવાર, 27 જાન્યુઆરીના રોજ ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 16મી ભારત-EU સમિટ દરમિયાન આ મહત્વપૂર્ણ કરાર અંગે સહમતિ જાહેર કરવામાં આવી હતી, જેને બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુષ્ટિ આપી હતી. ત્યારબાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં પીએમ મોદી, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટાએ કરાર અંગે વિગતવાર માહિતી આપી અને તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી. આ પ્રસંગે બંને પક્ષોએ મુક્ત વેપાર કરારની નકલ એકબીજાને સોંપી હતી.
#WATCH | Delhi | PM Narendra Modi, the President of the European Commission, Ursula Von Der Leyen and the President of the European Council, António Luís Santos da Costa, witness the signing and exchange of the political declaration of the conclusion of negotiations of the… pic.twitter.com/SfT1SDjLTJ
— ANI (@ANI) January 27, 2026
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે એક દિવસ અગાઉ યુરોપિયન યુનિયનના નેતાઓએ પ્રથમ વખત ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો, જે પોતે જ ઐતિહાસિક ઘટના હતી, અને આજે ભારત તથા યુરોપ વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભારતના ઇતિહાસનો સૌથી મોટો વેપારી કરાર છે, જેમાં યુરોપિયન યુનિયનના તમામ 27 દેશો સામેલ છે. મોદીએ આ કરારને સહિયારી સમૃદ્ધિ માટેની “બ્લુપ્રિન્ટ” ગણાવી અને જણાવ્યું કે આથી સંરક્ષણ, સુરક્ષા, મેરિટાઈમ સહયોગ, સાયબર સુરક્ષા અને આતંકવાદ વિરોધી પ્રયાસોમાં નવી દિશા મળશે. ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં સહયોગ વધશે અને ડિફેન્સ ક્ષેત્રે સહ-વિકાસ તથા સહ-ઉત્પાદન માટે નવી તકો ઊભી થશે.
#WATCH | Delhi | On signing of India-EU Free Trade Agreement, PM Modi says, "Today, India has concluded the biggest Free Trade Agreement in its history. On 27th January, India signed this FTA with 27 European nations…This will boost investment, form new innovation partnerships… pic.twitter.com/gQcJwXZWPF
— ANI (@ANI) January 27, 2026
યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાએ પણ આ કરારને ઐતિહાસિક ગણાવ્યો અને પોતાને ગોવા મૂળના વિદેશી ભારતીય તરીકે ઓળખાવી ભાવનાત્મક જોડાણ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આજનો દિવસ વેપાર, સુરક્ષા અને લોકો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જતો નવો અધ્યાય છે. વૈશ્વિક વ્યવસ્થામાં મોટા ફેરફારો ચાલી રહ્યા છે એવા સમયમાં EU અને ભારત વિશ્વસનીય અને વ્યૂહાત્મક ભાગીદારો તરીકે સાથે ઉભા છે અને બે સૌથી મોટા લોકશાહી શક્તિઓ તરીકે પોતાના નાગરિકોના હિત માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા તથા આર્થિક વિકાસ માટે મળીને કામ કરશે.
#WATCH | Delhi | President of the European Council, António Luís Santos da Costa, says, "I'm the President of the European Council, but I'm also an overseas Indian citizen. Then, as you can imagine, for me it has a special meaning. I'm very proud of my roots in Goa, where my… pic.twitter.com/wDMuNbzr3h
— ANI (@ANI) January 27, 2026
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવતા કહ્યું કે “પીએમ મોદી, આપણે આ કરી બતાવ્યું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે અને તે બે મહાસત્તાઓની જીત છે. તેમના મતે, આ કરારથી લાખો લોકો માટે રોજગારની નવી તકો ઊભી થશે અને ભારત-EU સંબંધોને અભૂતપૂર્વ મજબૂતી મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel