અમદાવાદ શહેર પોલીસની એસઓજી શાખાએ આંતરરાષ્ટ્રીય સ્તરના રીઢા ગુનેગારની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપી નેપાળની જેલમાંથી ભાગી ગયો હતો અને લાંબા સમયથી ભારતમાં છુપાઈને રહ્યો હતો. મળતી માહિતી અનુસાર, આ શખ્સ Gen Z આંદોલન દરમિયાન જેલ તોડીને ફરાર થયો હતો અને ત્યારબાદ સરહદો પાર કરી ભારત આવ્યો હતો.
અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં તેની હાજરીની માહિતી મળતા એસઓજીએ તાત્કાલિક તપાસ શરૂ કરી અને તેને ઝડપી પાડ્યું. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપી આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક દેશોમાં ગુનાખોરીમાં સંડોવાયેલો છે, જોકે હાલમાં સુધીની તપાસમાં તેને ગુજરાત અથવા અન્ય કોઇ ભારતીય શહેરમાં કોઈ ગુનો અંજામ આપ્યો હોવાનું સાબિત થયું નથી.
પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ શખ્સે ભારત આવવાની પાછળ કોઈ વિશેષ હેતુની યોજના બનાવી હતી, અને તે સરહદ પાર કરવામાં કોઈની મદદ લીધેલી હતી કે કેમ તે તપાસની બાબત હાલ પણ સઘન રીતે ચાલુ છે. આંતરરાષ્ટ્રીય ગુનેગાર હોવાને કારણે આ ધરપકડ પછી પોલીસે વધારે મોટા ગુનાખોરીના કાવતરાઓ ખુલવાની શક્યતા દર્શાવી છે. આ સફળતા અમદાવાદ એસઓજી માટે એક મોટું મોરાલ બૂસ્ટ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનાખોરી સામે કામગીરીના મહત્વપૂર્ણ પગલાંમાંની એક માનવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel