લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુના આગમન સાથે ચોપર ઉતરાણ સ્થાનનું મુહૂર્ત થયું છે. અહીંયા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓ દ્વારા પૂજન વંદના થઈ.
ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોગાનુયોગ સંજોગોમાં મોરારિબાપુના હવાઈ યાત્રાના આગમન સાથે ચોપર ઉતરાણ સ્થાનનું મુહૂર્ત થઈ ગયું.
સંસ્થાના વડા અરુણભાઈ દવે, રામચંદ્રભાઈ પંચોળી, હસમુખભાઈ દેવમુરારિ, રાજેન્દ્રભાઈ ખીમાણી, કાંતિભાઈ ગોઠી સહિત કાર્યકર્તા પરિવાર દ્વારા મોરારિબાપુનું ભાવ અભિવાદન થયું. અહીંયા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વસ્તિક પૂજન વડે આ ઉતરાણ સ્થાનની વંદના થઈ હતી અને મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરેલ.
અગાઉ કોઈ નિર્ધારિત આયોજન સિવાય યોગાનુયોગ આ દિવસ એટલે પ્રજાસત્તાક પર્વ, સંસ્થાના વડા અરુણભાઈ દવેનો જન્મદિવસ અને ઓચિંતા જ હવાઈ માર્ગે મોરારિબાપુના આગમનનો પ્રસંગ લોકભારતી માટે વિશેષ સ્મૃતિરૂપ બની રહેશે.
સંસ્થા પરિવારના વિશાલભાઈ ભાદાણી, ગિરીશભાઈ દવે, નીતિનભાઈ ભીંગરાડિયા, જયવંતસિંહ ગોહિલ, નિગમભાઈ શુક્લ, ભૌતિકભાઈ લીંબાણી, દિનુભાઈ ચુડાસમા, રેખાબેન વ્યાસ, રમાબેન દેવમુરારિ, અર્ચનાબેન દવે વગેરે જોડાયાં હતાં.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel