ગુજરાતના સરહદી વિસ્તારોમાં સર્જાયેલી નવી પરિસ્થિતિને પગલે PM નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. તેમણે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ અંગે પૂરી માહિતી મેળવી. PMએ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ આગોતરા આયોજનની વિગતો પૂછવી અને મળેલી માહિતીના આધારે સંતુષ્ટિ વ્યક્ત કરી. તેમણે રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા અને સલામતી અંગે ખાસ ધ્યાન આપવાનું સૂચન કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 9, 2025
મુખ્યમંત્રીએ PMને માહિતી આપી હતી કે રાજ્ય સરકારે પૂરતા પગલાઓ લીધાં છે અને દરેક સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન, પોલીસ અને સુરક્ષા દળો સતત ચાંપતા નજર રાખી રહ્યા છે અને કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે સૌનિષ્ચિત કાર્યવાહી કરવામાં આવી છે.
PMએ પણ જરૂરી તેવા તમામ સહકાર અને માર્ગદર્શન માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી.આ ટેલિફોનિક ચર્ચા દરમિયાન બંને નેતાઓએ હાલની સ્થિતિની સમીક્ષા કરી અને ભવિષ્યમાં પણ સજાગ રહેવા માટે આયોજન કરવા પર ભાર મૂક્યો.