વડાપ્રધાન મોદી હાલ તેલંગાણાના 3 દિવસના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા. જ્યાં રાજ્યના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીની સાથે અનેક લોકોએ તેમનું સ્વાગત કર્યું.
ఓం నమో వేంకటాశాయ!
తిరుమల నుండి మరికొన్ని దృశ్యాలు. pic.twitter.com/B8yPfPOF2t
— Narendra Modi (@narendramodi) November 27, 2023
પીએમ મોદીએ તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિર વિશેષ પૂજા કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે તેમણે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
આ પછી પીએમ મોદી તેલંગાણા જવા રવાના થશે. અહીં તેઓ ચૂંટણી સભામાં હાજરી આપશે અને જનતાને સંબોધશે. પીએમ મહેબુબાબાદમાં બપોરે 12 વાગ્યે અને કરીમનગરમાં લગભગ 2 વાગ્યે જનસભાને સંબોધિત કરશે.
પીએમ મોદી અને સીએમ જગન મોહનના આગમન પર, તિરુમાલાના માર્ગ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. રેનીગુંટા એરપોર્ટથી તિરુમાલા હિલ તરફ જતા રસ્તાઓ પર પોલીસ ચોકીઓ ગોઠવવામાં આવી છે. દરેક ખૂણે-ખૂણે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે સીસીટીવી કેમેરા દ્વારા પણ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે અને આવતા-જતા વાહનો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
At the Sri Venkateswara Swamy Temple in Tirumala, prayed for the good health, well-being and prosperity of 140 crore Indians. pic.twitter.com/lk68adpgwD
— Narendra Modi (@narendramodi) November 27, 2023
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે હૈદરાબાદમાં મેગા રોડ શો પણ કરશે. જેમાં હજારો લોકો ભાગ લે તેવી શક્યતા છે. ચૂંટણી દરમિયાન પીએમ મોદી રોડ શો દ્વારા પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. આ પછી પીએમ દિલ્હી જવા રવાના થશે.