સ્ટાર પ્લસનો ‘અનુપમા’ શો ખૂબ જ પોપ્યુલર શો છે. રૂપાલી ગાંગુલીનો શો દર્શકોનું દિલ જીતી રહ્યો છે. ટીવી પર પ્રસારિત થયા બાદથી તેમનો શો અને અભિનેત્રી ફરી એક વખત ફેમસ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ‘અનુપમા’ સ્ટાર રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે, દેશ ભરમાં વોકલ ફોર લોકલ કેમ્પેઈનને ખૂબ ગતિ મળી રહી છે. વીડિયોમાં અનુપમા અને અનુજ વોકલ ફોર લોકલને લઈને વાત કરતા નજર આવી રહ્યા છે અને તેને લોકોને સપોર્ટ કરવા માટે કહી રહ્યા છે. વીડિયોમાં તમને કેન્દ્ર સરકારના વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતની ઝલક જોવા મળશે. આ વીડિયોમાં અનુપમા સોશિયલ મીડિયા પર ઘરની લાઈટિંગથી લઈને દિવાળી પર પહેરેલા નવા કપડા અને જૂતા સુધીની પોસ્ટ શેર કરે છે.
The #VocalForLocal movement is getting great momentum across the country. pic.twitter.com/9lcoGbAvoi
— Narendra Modi (@narendramodi) November 6, 2023
વીડિયોના અંતમાં પીએમ મોદીનો અવાજ સંભળાય છે અને તેઓ કહે છે કે, સાથીઓ આપણા તહેવારની પ્રાથમિકતા વોકલ ફોર લોકલ હોવી જોઈએ. જેમાં આપણે આ કેમ્પેઈનને આગળ વધારી શકીએ. સાથે જ તેના દ્વારા સામાન્ય લોકો આવા ઉત્પાદો અથવા કારીગરો સાથે પોતાની સેલ્ફી NAMO એપ પર શેર કરી શકે છે.
આ વીડિયો પર યૂઝર્સના તાબડતોડ રિએક્શન આવી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક મીડિયા યૂઝરે લખ્યું કે, ખૂબ સારી પહેલ. એક યૂઝરે લખ્યું – આત્મનિર્ભર ભારત. જય ભારત. એક યૂઝરે લખ્યું કે, મોદી છે તો મુમકીન છે. આ વીડિયો પર ખૂબ લાઈક્સ પણ મળી રહી છે.