વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચેના સંબંધોને ખૂબ જ ખાસ અને સારા માનવામાં આવે છે. તાજેતરમાં પીએમ મોદી અને પીએમ સુનકે એકબીજા સાથે ફોન પર ઈઝરાયેલ-હમાસ યુદ્ધ મુદ્દે વાત કરી હતી. કોલ દરમિયાન, નેતાઓએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પીએમ મોદી અને બ્રિટન પીએમએ સુનકે વેપાર, રોકાણ, ટેક્નોલોજી, સુરક્ષા અને આરોગ્યસંભાળ સહિત અન્ય ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. ભારત અને બ્રિટને વેપાર-સંબંધિત કરાર તરફ થઈ રહેલી પ્રગતિ પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સિવાય બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ, ખાસ કરીને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ વિચાર વિનિમય કર્યો હતો.
આતંકવાદ અને સુરક્ષા પર ચર્ચા
બન્ને પીએમએ આતંકવાદ, બગડતી સુરક્ષાની સ્થિતિ અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવા અંગે ઊંડાણમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાના મહત્વને ઓળખીને, તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત માનવતાવાદી સહાયની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તમને જણાવી દઈએ ઈઝરાયલ હમાસ યુદ્ધ છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહ્યું છે અને તે અટકવાનું નામ પણ નથી લઈ રહ્યું જેમાં હજારોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે.
Earlier this evening, spoke to UK PM @RishiSunak. Discussed means to strengthen bilateral relations and exchanged views on the situation in West Asia. We agree that there is no place for terror and violence. Death of civilians is a serious concern. Need to work towards regional…
— Narendra Modi (@narendramodi) November 3, 2023
પીએમ સુનકે એક વર્ષ પૂર્ણ કર્યું
વડાપ્રધાન મોદીએ પણ પીએમ સુનકને તેમના કાર્યાલયમાં સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ દિવાળીની ઉજવણી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં પણ નિયમિત સંપર્ક જાળવવા સંમત થયા હતા. વાટાઘાટોમાં નેતાઓ વચ્ચેના મજબૂત જોડાણ અને ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બંને નેતાઓએ નિર્દોષ લોકોના મોત પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી
બંને નેતાઓએ આતંકવાદ, બગડતી સુરક્ષા સ્થિતિ અને નાગરિકોના મૃત્યુ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, અધિકારીઓએ વાતચીત વિશે માહિતી આપી હતી. તેઓ આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને માનવતાવાદી સહાયતા ચાલુ રાખવા સંમત થયા હતા. નરેન્દ્ર મોદીએ સુનકને પીએમ તરીકે એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મુક્ત વેપાર કરાર પર થઈ રહેલી પ્રગતિને આવકારી હતી.