પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે. તેમની 50 મી કાશી મુલાકાતમાં પ્રધાનમંત્રી રાજતલાબના મહેંદીગંજ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે.આ દરમિયાન તેઓ 3884.15 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં 2255.05 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે જેમાં બાબતપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક અંડરપાસ ટનલ, નેશનલ હાઇવે પર યુનિટી મોલનો સમાવેશ થાય છે.
PM @narendramodi to visit Uttar Pradesh and Madhya Pradesh today. He will lay the foundation stone and inaugurate various development projects worth over 3,880 crore rupees in Varanasi, Uttar Pradesh. pic.twitter.com/4odf92gPPq
— All India Radio News (@airnewsalerts) April 11, 2025
44 પ્રોજેક્ટ્સની આપશે કાશીને ભેટ
આયુષ્માન કાર્ડ આપશે
આ ઉપરાંત પ્રધાનમંત્રી સ્ટેજ પરથી જ 70+ વય જૂથના ત્રણ વરિષ્ઠ નાગરિકોને ત્રણ GI ઉત્પાદનો અને આયુષ્માન કાર્ડ માટે પ્રમાણપત્રોનું વિતરણ કરશે. બનાસ ડેરી સાથે સંકળાયેલા રાજ્યના 2.70 લાખ દૂધ ઉત્પાદકોને 106 કરોડ રૂપિયાનું બોનસ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે.
પ્રોટોકોલ મુજબ પીએમ સવારે લગભગ 10 વાગ્યે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરશે. રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરશે. આ પછી પીએમ હેલિકોપ્ટર દ્વારા રાજાતલાબના મહેંદીગંજમાં બનેલા હેલિપેડ પર આવશે અને કાર દ્વારા જાહેર સભા સ્થળ પહોંચશે. જાહેર સભા અને ઉદ્ઘાટન-શિલાન્યાસ પછી પીએમ બાબતપુર એરપોર્ટથી ગ્વાલિયર જવા રવાના થશે.