વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજની મુલાકાતે છે. PM અહીં લગભગ 7000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. PM મોદીએ પ્રયાગરાજમાં અક્ષય વટ અને લેટે હનુમાન મંદિર (સૂતેલા હનુમાનજી મંદિર)માં પૂજા અર્ચના કરી હતી. લેટે હનુમાન મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે. તે પ્રયાગરાજમાં અકબરના કિલ્લા પાસે ગંગાના કિનારે છે. અહીં હનુમાનજીની 20 ફૂટ ઊંચી દક્ષિણમુખી પ્રતિમા છે. આ પ્રતિમા જમીનથી 7 ફૂટ નીચે હોવાનું કહેવાય છે. આ મંદિર 600 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે જ્યારે હનુમાનજી લંકા જીતીને પાછા ફર્યા હતા, ત્યારે તેમણે થાક અનુભવીને અહીં આરામ કર્યો હતો. તે અહીં સંગમ પર ગંગાના કિનારે સૂતા હતા. આ કારણે આ મંદિરનું નામ લેટે હનુમાન મંદિર (સૂતેલા હનુમાનજી મંદિર) પડ્યું.
#WATCH प्रयागराज, उत्तर प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी ने लेटे हनुमान मंदिर में पूजा की।
(सोर्स: DD न्यूज़) pic.twitter.com/6anEEHRR2m
— ANI_HindiNews (@AHindinews) December 13, 2024
પ્રયાગરાજમાં ગંગાના કિનારે આવેલું સૂતેલા હનુમાનજીનું મંદિર
માતા જાનકીની સલાહથી આરામ લીધો!
સંગમ શહેરમાં આવેલું હનુમાન મંદિર કિલ્લા હનુમાનજી, બડે હનુમાનજી, દામ વાલે હનુમાનજી અને લેટે હનુમાનજી તરીકે પણ ઓળખાય છે. આ મંદિર લગભગ 600 વર્ષ જૂનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે હનુમાનજી લંકા જીતીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં ખૂબ જ થાક લાગવા લાગ્યો હતો. તેમને થાકેલા જોઈને માતા સીતાએ તેમને થોડો સમય આરામ કરવા કહ્યું. માતા જાનકીની સલાહ પર હનુમાનજી સંગમના કિનારે ગંગાના કિનારે આડા પડ્યા. બાદમાં તે જ જગ્યાએ હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું.