લોકસભા ચૂંટણીને લઈ PM મોદીએ આજે ઉત્તર પ્રદેશના અમરોહામાં જાહેરસભા સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવ અને UPના પૂર્વ CM અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, આ બંનેએ ભગવાન કૃષ્ણનું અપમાન કરનારાઓ સાથે સમજૂતી કરી છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં PM મોદીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવનું નામ લીધા વિના કહ્યું, હું બિહાર અને ઉત્તર પ્રદેશમાં પોતાને યદુવંશી કહેનારા નેતાઓને પૂછવા માંગુ છું કે, તમે ભગવાન કૃષ્ણ અને દ્વારકાનું અપમાન કેવી રીતે કરી શકો છો. જેઓ કરે છે તેમની સાથે તમે સમાધાન કરો છો?
#WATCH | While addressing a public rally in Amroha, UP, PM Modi says "Once again the shooting of a film starring two princes is going on in UP which has already been rejected. Every time these people set out to ask for votes from the people of UP carrying the basket of nepotism,… pic.twitter.com/IpI0QCSihu
— ANI (@ANI) April 19, 2024
આ દરમિયાન PM મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, INDIA ગઠબંધનના લોકો સનાતનને નફરત કરે છે. તાજેતરમાં જ હું દ્વારકા ગયો હતો અને સમુદ્રમાં ઉતરીને ભગવાન કૃષ્ણની પૂજા કરી હતી, પરંતુ કોંગ્રેસના રાજકુમારો કહે છે કે, દરિયાની નીચે પૂજા કરવા જેવું કંઈ નથી.
"Congress shehzada mocked my Dwarka pooja for vote bank politics": PM Modi takes dig at Rahul Gandhi
Read @ANI Story | https://t.co/JV0riQ1gKH#PMModi #RahulGandhi #LokSabhaElection2024 #VotingDay #BJP #Congress pic.twitter.com/npdr555rdG
— ANI Digital (@ani_digital) April 19, 2024
રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વિશે શું કહ્યું?
અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીનું નામ લીધા વિના PM મોદીએ અમરોહામાં કહ્યું કે, ફરી એકવાર યુપીમાં બે રાજકુમારોને ચમકાવતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે જેને લોકો પહેલાથી જ નકારી ચૂક્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે સપા અને કોંગ્રેસ બંને પક્ષોએ અભિષેક માટેના આમંત્રણને નકારી કાઢ્યું હતું. આ લોકો દરરોજ રામ મંદિર અને સનાતન આસ્થાનો દુરુપયોગ કરી રહ્યા છે.
યોગી આદિત્યનાથનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, CM યોગી આદિત્યનાથ શેરડીના ખેડૂતોની ચિંતા કરતા હતા. અમરોહાના શેરડીના ખેડૂતો ક્યારેય ભૂલી શકતા નથી કે અગાઉ ચૂકવણી માટે તેમને કેટલી હેરાનગતિ કરવામાં આવી હતી. આજે શેરડીની વિક્રમી ખરીદીની સાથે સાથે રાજ્યમાં વિક્રમી ચુકવણી કરવામાં આવી રહી છે.