વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (20 જૂન) ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રજાને સંબોધિત કરતાં નિવેદન આપ્યું છે કે, તેઓએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનુ આમંત્રણ ફગાવી દીધુ હતુ, કારણકે, તેમને ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનું હતું. જણાવી દઈએ કે, પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ-ઈરાન સંઘર્ષના કારણે ટ્રમ્પને કેનેડામાં આયોજિત G7 સમિટમાંથી વોશિંગ્ટન પરત જવું પડ્યું. એટલા માટે આ મુલાકાત ન થઈ શકી.
વડાપ્રધાન મોદીએ જનતા મેદાનમાં લોકોને સંબોધિત કરતા કહ્યું કે, બે દિવસ પહેલા જ હું G7 સમિટ માટે કેનેડામાં હતો અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મને ફોન કર્યો. તેમણે કહ્યું, તમે કેનેડા તો આવ્યા જ છો, તો વોશિંગ્ટન થઈને જાઓ. સાથે ભોજન કરીશું અને વાતો કરીશું. તેમણે મને ખૂબ આગ્રહ સાથે આમંત્રણ આપ્યું. મેં અમેરિકન પ્રમુખને કહ્યું, આમંત્રણ બદલ આભાર. મારે તો મહાપ્રભુની ભૂમિ પર જવું ખૂબ જ જરૂરી છે. તેથી મેં તેમના આમંત્રણને નમ્રતાપૂર્વક નકાર્યું અને તમારો પ્રેમ અને મહાપ્રભુની ભક્તિ મને આ ભૂમિ પર ખેંચીને લઈ આવી.
#WATCH | Bhubaneswar, Odisha: "Just two days ago, I was in Canada for the G7 summit and the US President Trump called me. He said, since you have come to Canada, go via Washington, we will have dinner together and talk. He extended the invitation with great insistence. I told the… pic.twitter.com/MdLsiYnNCQ
— ANI (@ANI) June 20, 2025
વડાપ્રધાન મોદીએ ઓડિશાને આપી ભેટ
વડાપ્રધાન મોદીએ ઓડિશામાં 18,600 કરોડ રૂપિયાની 105 પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન ભાજપ સરકારના એક વર્ષ પૂર્ણ થવાનો ઉત્સવ પણ મનાવાયો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઓડિશા માત્ર એક રાજ્ય નથી, પરંતુ ભારતની વિરાસતનો ચમકતો સિતારો છે. વર્ષોથી ઓડિશાએ ભારતની સંસ્કૃતિ અને વિરાસતને સમૃદ્ધ કરી છે. વિકાસ અને વિરાસતના મંત્રની સાથે ઓડિશાની ભૂમિકા હજુ પણ વધી ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel