દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજી મારફત સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનુ પરીબળ એટલે દરીયાઇ વિસ્તારમાં આવેલ માનવ રહીત ટાપુઓની સુરક્ષા વ્યવસ્થા જાળવી અતિ મહત્વની છે જેમાં હાલ સુધી આવા નીર્જન ટાપુઓ ઉપર જવા માટે બોટનો ઉપયોગ કરવો પડતો હતો અને ભરતી ઓટ સમયે ખુબ મુશ્કેલીઓ પડતી હતી અને સહેલાઇથી તમામ ટાપુઓ ઉપર જવુ શક્ય ન હતું.
ડ્રોનના યોગ્ય ઉપયોગથી જિલ્લામાં સૌપ્રથમવાર ટાપુઓની નજીક બોટ લઇ જઇ બોટમાંથી જ ડ્રોન ઓપરેટ કરી સમયની બચત સાથે હવાઇ નીરીક્ષણ દ્વારા સમગ્ર ટાપુના ખુણે ખુણાની સચોટ માહીતી એકત્રીત કરવામાં આવેલ તેમજ “ ડ્રોન” મારફતે સમયાંતરે હવાઇ નીરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવી શકાયેલ છે ભવિષ્યમાં ડ્રોન પેટ્રોલીંગ મારફતે વધુ સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા સ્થાપી શકાય તે અંગેનો અભ્યાસ કરવામાં પણ ડ્રોન પેટ્રોલીંગનો મહત્વનો ફાળો રહેલો છે.
દરીયા કીનારાઓ ઉપર આવેલ લેન્ડીંગ પોઇન્ટ
દેવભૂમિ દ્વારકા જિલ્લમાં આશરે કુલ 237 કિલોમીટર દરીયા કિનારો આવેલ છે જે કિનારા ઉપર કેટલાક લેન્ડીંગ પોઇન્ટ આવેલ છે કે જ્યા આસાનીથી બોટ દરીયામાથી કિનારે લાવી શકાય છે આવા લેન્ડીંગ પોઇન્ટ સુરક્ષાની દ્રષ્ટ્રીએ અતી મહત્વના છે હાલ સુધી લેન્ડીંગ પોઇન્ટસ ઉપર સ્થાનીક મરીન પોલીસ, જિલ્લા એસ.ઓ.જી.તથા સાગર રક્ષક દળના સભ્યો દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહેલ હતુ.
જેમાં કેટલીક મુશ્કેલીઓ પણ સામેલ હતી કાદવ કિચડને જીવજંતુ હોવાથી કેટલાક લેન્ડીંગ પોઇન્ટ ઉપર જવુ મુશ્કેલી ભર્યુ હતુ, જેના કારણે સુવ્યવસ્થીત પેટ્રોલીંગ થઇ શકતુ ન હતુ પરંતુ હાલમાં “ ડ્રોન’’ ટેક્નોલોજીના મારફતે લેન્ડીંગ પોઇન્ટ્સમાં ઓછા સમયમાં સચોટ હવાઇ નીરીક્ષણ થઇ શકે છે.
ડ્રોનની મદદથી પકડી પાડવામાં આવેલ ગેરકાયદેસર માછીમારી કરતી બોટો
મોનસુન સીઝન દરમ્યાન દરીયામાં કરંટ હોવાથી તંત્ર દ્વારા દરીયામાં માછીમારી કરવા જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હોય છતા અમુક ઇસમો પોતાના આર્થીક લાભ માટે પોતાનો તથા અન્ય ખલાસીઓનો જીવ જોખમમાં મુકી પોતાની માલીકીની માછીમારી બોટો લઈને દરિયામાં માછીમારી કરવા ગયેલ અને પોલીસ દ્વારા જ્યારે દરીયામાં આ અંગે તપાસ કરવામાં આવે છે,
ત્યારે ચેરના ઝાડીઓમાં છુપાઇ જઇને તેમજ અન્ય યુક્તીઓનો ઉપયોગ કરી મોકો મળ્યે છુપીરીતે બંદરે પરત ફરતા હોવાની માહીતી જિલ્લા એસ,ઓ.જી.ને મળેલ હતી જે માહીતી આધારે ‘’ડ્રોન ‘’નો ઉપયોગ કરી સલાયા તથા ઓખા ખાતેથી અલગ-અલગ કુલ સાત માછીમારી બોટ પકડી પાડવામાં સફળતા મળેલ છે.