જિલ્લામાં સૌથી વધુ મતદાન ૧૧૫- માતર બેઠક પર અંદાજિત ૬૦.૭૬% અને સૌથી ઓછુ ૧૧૬- નડિયાદ બેઠક પર અંદાજિત ૫૨.૯૧% મતદાન થયું
પુરુષ મતદારો પૈકી ૬૩.૦૯% તથા મહિલા મતદારો પૈકી ૫૨.૪૨% મતદાન નોંધાયું
તા.૪, જૂનના રોજ વસોના આઈ.ટી.આઈ પલાણા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અન્વયે ૧૭- ખેડા લોકસભા મતવિસ્તાર માટે કુલ ૦૭ વિધાનસભા બેઠકો પર ૫૭.૮૭% મતદાન થયું હતું. જેમાં ૫૭-દસક્રોઈ બેઠક પર ૫૮.૭૯%, ૫૮-ધોળકા બેઠક પર ૫૯.૩૬%, ૧૧૫ માતર બેઠક પર ૬૦.૭૬%, ૧૧૬- નડિયાદ બેઠક પર ૫૨.૯૧%, ૧૧૭- મહેમદાવાદ બેઠક પર ૫૯.૧૦%, ૧૧૮- મહુધા બેઠક પર ૫૬.૬૭% અને ૧૨૦- કપડવંજ બેઠક પર ૫૭.૪૧% સહિત અંદાજિત કુલ ૫૭.૮૭% મતદાન દ્વારા મતદારોએ કુલ ૧૨ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કર્યું.
૧૭- ખેડા લોકસભા બેઠક માટે પુરુષ મતદારો પૈકી ૬૩.૦૯% તથા મહિલા મતદારો પૈકી ૫૨.૪૨% મતદાન નોંધાયું હતું.
ખેડા લોકસભા બેઠક માટે નોંધાયેલા કુલ ૨૦,૦૭,૪૦૪ મતદારો માટે કુલ ૨૦૩૭ બુથ પર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ શાંતિમય વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું.
હવે આગામી તા. ૪ જૂનના રોજ આઈ.ટી.આઈ પલાણા ખાતે મતગણતરી હાથ ધરાશે ત્યારે ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે.