શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ દેશના 78 લાખ EPS-95 પેન્શનરોની માંગણીઓ પર સકારાત્મક વલણ અપનાવ્યું હતું, જેમાં લઘુત્તમ પેન્શનમાં વધારો, પતિ પત્નીને મફત તબીબી સુવિધાનો લાભ અને ઉચ્ચ પેન્શન માટેની અરજીઓમાં ભૂલોમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે, અને તેના ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી.
ઘણા વર્ષોથી દેશના 78 લાખ વૃદ્ધ પેન્શનરોના કલ્યાણ માટે લડી રહેલાં EPS 95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે જણાવ્યું હતું કે, માનનીયશ્રી શ્રમ મંત્રી અને નાણામંત્રી સાથેની તાજેતરની બેઠકોમાં ટૂંક સમયમાં લઘુત્તમ પેન્શનમાં વધારો કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારના બજેટમાં આની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
શ્રમ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ સંજોગોને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં 20 ફેબ્રુઆરીએ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિમંડળ સાથે બેઠક નક્કી કરવામાં આવી હતી, પરંતુ સમિતિના પ્રતિનિધિઓ દૂરના સ્થળોએથી દિલ્હી પહોંચી શક્યા ન હોવાના કારણે બપોરે 2.30 વાગ્યે શ્રમ મંત્રાલયમાં બેઠક યોજાઈ હતી.
જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉત, રાષ્ટ્રીય મહાસચિવ વીરેન્દ્ર સિંહ રાજાવત અને રાષ્ટ્રીય સચિવ રમેશ બહુગુણા ઉપસ્થિત રહેલ. મનસુખભાઈએ કહ્યું હતું કે, “તમારી માંગણીઓ પૂરી કરવામાં વિલંબ થઈ રહેલ છે, પરંતુ તમારું કામ કોઈપણ સંજોગોમાં થશે વૃદ્ધોના જીવનને સુધારવા માટે તે સતત કાર્યરત છે, તેમની તબીબી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને ઉચ્ચ પેન્શનના મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરીને વ્યાપક સુધારા કરવામાં આવશે”.
પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, વારંવાર આશ્વાસન સિવાય અન્ય નિર્ણય ન થતાં પેન્શનરોમાં અસંતોષ વ્યાપક છે, તેથી આ અંગે ઝડપથી અને નક્કર નિર્ણયો લેવાની જરૂર છે.