દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. તેના પર ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. ગૃહમંત્રી અમિત શાહ તેના પર જવાબ આપી રહ્યા છે. બિલ પર ચર્ચા કરતી વખતે અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારને કાયદો બનાવવાનો અધિકાર છે. દિલ્હી પૂર્ણ રાજ્ય નથી. તે એક સંઘશાસિત પ્રદેશ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટે આ મામલે અધિકારો દિલ્હી સરકારને આપ્યા હતા. જેના બાદ કેન્દ્ર સરકાર દ્વારા વટહુકમ લવાયો હતો.
સંસદને દિલ્હી પર કાયદો બનાવવાનો અધિકાર : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે ભૂતકાળમાં પંડિત નેહરુ, પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ જેવા ઘણા મોટા નેતાઓ, ડૉ. આંબેડકરે પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. શાહે કહ્યું કે દિલ્હી સરકારે પોતાની પસંદગીના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો માત્ર ભાગ જ વાંચ્યો છે. વધુમાં શાહે કહ્યું કે સંસદને દિલ્હી પર કાયદો બનાવવાનો અધિકાર છે. આ સાથે તેમણે INDIA ગઠબંધનને પણ નિશાને લેતા કહ્યું કે આપ સરકાર એ વાત સમજી લે કે આ બિલ જ્યારે પસાર થઈ જશે તો આમ આદમી પાર્ટીને INDIA ગઠબંધન દ્વારા કોઈ સમર્થન નહીં આપવામાં આવે.
અધીર રંજન ચૌધરીએ હરિયાણા-મણિપુરનો મુદ્દો ઊઠાવ્યો.
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમિત શાહે આજે નહેરુજીની પ્રશંસા કરી. તે સાંભળીને અમને સારું લાગ્યું. તેમણે કહ્યું કે જો આ જ રીતે તેમની સરકાર નહેરુનો સહારો લેતી રહી હોત તો મણિપુર અને હરિયાણામાં હિંસા જેવી ઘટનાઓ ન બની હોત. જેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે મેં નહેરુની પ્રશંસા નથી કરી. તેમણે કહ્યું કે મોદી સરકાર દિલ્હીમાં કૌભાંડો થવાના આરોપ મૂકી રહી છે ત્યારે શું તેણે ED, CBI જેવી એજન્સીઓનો ઉપયોગ કેમ ન કર્યો? શા માટે તે આ બિલ લઈને આવી રહી છે. શું આ જરૂરી હતું.
Union Home Minister Amit Shah speaks in Lok Sabha as the House takes up the Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023 for consideration and passage pic.twitter.com/FigAJhF13o
— ANI (@ANI) August 3, 2023
અમિત શાહે જણાવ્યું કે કેમ વિરોધ થઈ રહ્યો છે?
લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ રજૂ થતાં જ અમિત શાહે કહ્યું કે દિલ્હી મોટા મોટા નેતાઓએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે આ સરકારી અધિકારીઓની બદલી/પોસ્ટિંગના અધિકારનો મામલો કે તેની લડાઈ નથી પરંતુ વિઝિલન્સને તાબા હેઠળ લઈને કેજરીવાલ સરકાર દ્વારા ભ્રષ્ટાચારને છુપાવવાનો ઉદ્દેશ્ય છે અને આ કારણે જ આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ બંગલાનું સત્ય છુપાવવા માગે છે. આ ટિપ્પણી દ્વારા તેમણે કેજરીવાલ સરકાર સામે નિશાન તાક્યું હતું.