ભારતમાં G20 સમિટ (G20 summit)ની શરૂઆત થઈ ચૂકી છે. આજે અને કાલે એટલે કે બે દિવસ સુધી બેઠકોનો દોર ચાલશે. પ્રથમ સત્રના બેઠકની શરૂઆત પીએમ મોદીના સંબોધન સાથે થઈ હતી. પીએમ મોદીએ વન અર્થ (ONE Earth)નામના ઉદઘાટન સત્રમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાને ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને કહ્યું કે સમગ્ર વિશ્વને નવા સમાધાનની જરૂર છે. પરસ્પર વિશ્વાસથી કોઈ સંકટ નહીં ટકે અને જે વિશ્વાસનું સંકટ છે તેને મળીને દૂર કરીશું. વડાપ્રધાને કહ્યું કે ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ મંત્ર પથ પ્રદર્શક છે.
Spoke at Session 1 of the G20 Summit on the subject of One Earth. Highlighted the need to further human centric development, which is also something Indian culture has always emphasised on.
It is with a spirit of One Earth that India has worked on initiatives such as LiFE… pic.twitter.com/lVB2OoBioI
— Narendra Modi (@narendramodi) September 9, 2023
માનવ કેન્દ્રિત વિકાસ પર ધ્યાન આપવાની જરૂર
વન અર્થનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ માનવ કેન્દ્રીત વિકાસને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે તેના પર ભારતીય સંસ્કૃતિએ હંમેશા ભાર મૂક્યો છે. આ એક બ્રહ્માંડની ભાવના પર આધારિત છે જે હેઠળ ભારતે LiFE મિશન જેવી પહેલ પર કામ કર્યું છે. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ પર ભાર મૂક્યો છે. ગ્રીન ગ્રિડ પહેલ શરૂ કરી છે. – વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ અને સૌર ઊર્જાનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી અને રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશનને પ્રોત્સાહન કર્યું.
વન અર્થ પર મૂક્યો ભાર
વડાપ્રધાને કહ્યું કે ભારત, આસ્થાન, આધ્યાત્મ અને પરંપરાઓની ડાયવર્સિટીની ધરતી છે. દુનિયાના અનેક ધર્મો અહીં ઉદભવ્યાં. મધર ઓફ ડેમોક્રસી તરીકે સંવાદ અને લોકતાંત્રિક વિચારધારા પર અનંતકાળથી અમારો અતૂટ વિશ્વાસ છે. અમારું વૈશ્વિક વર્તન વસુધૈવ કુટુંબકમ એટલે કે વર્લ્ડ ઈઝ વન ફેમિલીના મૂળ ભાવ પર આધારિતછે. વિશ્વને એક પરિવાર માનવાનો આ ભાવ, દરેક ભારતીયને વન અર્થના દાયિત્વ બોધથી જોડે છે. પીએમ મોદીએ કહ્યું કે વન અર્થની ભાવનાથી જ ભારતે પર્યાવરણ મિશન માટે જીવનશૈલીની શરૂઆત કરી છે. ભારતના આગ્રહ પર અને આપ સૌના સહયોગથી સમગ્ર વિશ્વ આ વર્ષને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ (International year of millets) મનાવી રહ્યું છે.
ક્લાઈમેટ ચેન્જના પડકારનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાને કહ્યું કે ભારતના કરોડો ખેડૂતો હવે નેચરલ ફાર્મિંગ અપનાવી રહ્યા છે જે માનવ સ્વાસ્થ્યની સાથે સાથે સોઈલ અને અર્થના હેલ્થની સંભાળ લેવાનું મોટું અભિયાન છે. ભારતમાં ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશનની શરૂઆત થઈ ચૂકી છે જે વૈશ્વિક જગત માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ક્લાઈમેટ ચેન્જ અંગે કહ્યું કે તેના પડકારોને ધ્યાનમાં રાખી એનર્જી ટ્રાન્જિશન 21મી સદીના વિશ્વની ખૂબ જ મોટી જરૂરિયાત છે. ઈન્ક્લૂઝિવ એનર્જી ટ્રાન્જિશન માટે ટ્રિલિયન્સ ઓફ ડોલર્સની જરૂર છે.
ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ લોન્ચમાં જોડાવા દુનિયાને આપ્યું આમંત્રણ
પીએમ મોદીએ અમુક સૂચન આપતાં કહ્યું કે સમયની માગ છે કે બધા દેશ Fuel બ્લેન્ડિંગના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરે. અમારો પ્રસ્તાવ છે કે પેટ્રોલમાં ઈથેનોલ બ્લેન્ડિંગને ગ્લોબલ સ્તરે 20 ટકા સુધી લઈ જવા માટે ઈનિશિએટિવ લેવામાં આવે કે પછી ગ્લોબલ ગૂડ માટે આપણે કોઈ અન્ય બ્લેન્ડિંગ મિક્સ શોધવા પર કામ કરવું જોઇએ જેનાથી એનર્જી સપ્લાય જળવાઈ રહે અને ક્લાઈમેટ પર સુરક્ષિત રહે. આ સંદર્ભમાં આજે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ભારત તેમાં જોડાવા સૌને આમંત્રિત કરે છે.
ગ્રીન ક્રેડિટ
વડાપ્રધાને કહ્યું કે પર્યાવરણને ધ્યાનમાં રાખી દાયકાથી કાર્બન ક્રેડિટની ચર્ચા ચાલી રહી છે. કાર્બન ક્રેડિટની એ ભાવના પર ભાર મૂકે છે કે શું ન કરવું જોઈએ. આ એક નકારાત્મક દૃષ્ટિકોણ છે. તેમણે કહ્યું કે મારો એક પ્રસ્તાવ છે કે G20ના દેશ એક ગ્રીન ક્રેડિટ ઈનિશિએટિવ પર કામ કરવાની શરૂઆત કરે.
ચંદ્રયાન મિશનનો કર્યો ઉલ્લેખ
ભારતના મૂન મિશન ચંદ્રયાનનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે તેનાથી ઉપલબ્ધ થનાર ડેટા સમગ્ર માનવતા માટે મદદરૂપ થશે. આ ભાવનાથી ભારતે G20 satellite mission for Envaironment and climate observation લોન્ચ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેનાથી મળનાર ક્લાઈમેટ અને હવામાનના ડેટાને બધા દેશો, ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો સાથે શેર કરવામાં આવશે.