PM નરેન્દ્ર મોદીને ફિજીના PM દ્વારા વૈશ્વિક નેતૃત્વ માટે ફિજીનું સર્વોચ્ચ સન્માન ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’ એનાયત કરવામાં આવ્યું. ફિજીનું સર્વોચ્ચ સન્માન અત્યાર સુધી માત્ર થોડા જ બિન-ફિજીયનોને મળ્યું છે. વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કદ કેટલું વધી ગયું છે તેનો અંદાજ તેમની તાજેતરની વિદેશ મુલાકાતો પરથી લગાવી શકાય છે. હિરોશિમાના G7 શિખર સંમેલનથી લઈને પાપુઆ ન્યૂ ગિની સુધી વિશ્વના ઘણા નેતાઓ પીએમ મોદીના વખાણ કરતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન પીએમ મોદીને બે મોટા સન્માન પણ મળ્યા છે. આમાંથી એક ફિજીનું સર્વોચ્ચ સન્માન છે અને બીજો પલાઉ પ્રજાસત્તાકનો Ebakl Award છે. પીએમ મોદીને આ બંને સન્માન પાપુઆ ન્યુ ગીનીમાં મળ્યા છે. પીએમ મોદીને ફિજીનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
Papua New Guinea conferred the Companion of the Order of Logohu to PM Narendra Modi for championing the cause of unity of Pacific Island countries and spearheading the cause of Global South. Very few non-residents of Papua New Guinea have received this award. pic.twitter.com/wecnrMBhBq
— Tv9 Gujarati (@tv9gujarati) May 22, 2023
ફિજીના વડાપ્રધાનને પીએમ મોદીને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી સન્માનિત કર્યા છે. આ પુરસ્કાર ભારત માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે અત્યાર સુધી માત્ર કેટલાક પસંદગીના બિન-ફિજી લોકોને આ સન્માન મળ્યું છે. આ સિવાય પીએમ મોદીને Ebakl Award પણ આપવામાં આવ્યો છે. પાપુઆ ન્યુ ગિનીમાં FIPIC સમિટમાં 14 દેશોએ ભાગ લીધો હતો. શિખર સંમેલનની બાજુમાં, પલાઉ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ, સુરેન્જેલ એસ. વ્હીપ્સ, જુનિયર પીએમ મોદીને મળ્યા અને તેમને Ebakl Award અર્પણ કર્યો.
PM મોદી શનિવારે સાંજે હિરોશિમાથી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું. તેમને આવકારવા માટે પાપુઆ ન્યુ ગીનીની પરંપરા પણ તોડી નાખવામાં આવી હતી. પાપુઆ ન્યુ ગિનીમાં એક પરંપરા છે કે જો કોઈ મહેમાન સૂર્યાસ્ત પછી આવે છે, તો તે દિવસે તેનું સ્વાગત કરવામાં આવતું નથી. જો કે, પીએમ મોદી માટે આ પરંપરા બદલાઈ અને તેમનું રાજ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું.