click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ
GujaratNarmada

સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ

દેવમોગરા ધામ ખાતે બિરાજમાન છે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા, કણી-કંસરી અહીં યોજાય છે નર્મદા જિલ્લાનો સૌથી મોટો મેળો

Last updated: 2025/11/13 at 6:08 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં સામેલ થશે.

નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આદિજાતિ સમુદાયના પરાક્રમ, બલિદાન અને સાંસ્કૃતિક વારસાને જન-જન સુધી પહોંચાડવા માટે વડાપ્રધાનએ 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ષે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાનની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થશે. નર્મદા જિલ્લાની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન પ્રસિદ્ધ યાહા મોગી દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મનમોહક આ ધામ આદિજાતિ સમાજના લોકોની આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેનો મહિમા અનેરો છે.

સાતપુડાની ગિરિમાળાની વચ્ચે આવેલું પૌરાણિક મંદિર દેવમોગરા ધામ-નેપાળના પશુપતિનાથ જેવું બહારથી દેખાય છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિજાતિઓના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી)નું મંદિર આવેલું છે. સાતપુડાની ગીરીકંદરાઓમાં પ્રકૃતિના ખોળે વસેલા આ ધામમાં સ્વયંભૂ યાહા પાંડોરી દેવમોગરા માતા આદિ-અનાદિ કાળથી સ્વયં કણી-કંસરી બિરાજમાન છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં આદિજાતિ સમુદાયના લોકો યાહામોગી પાંડોરીની કુળદેવી તરીકે અપાર શ્રદ્ધા-આસ્થા અને ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે. આ પવિત્ર હેલાદાબની આદિ-અનાદિ કાળથી ખૂબ અનેરો મહિમા રહ્યો છે.

હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે માતાજીએ દેવમોગરા ધામ પર સ્વયં વાસ કર્યો હતો. ભયંકર દુષ્કાળને કારણે, અન્ન-જળ ખૂટી પડ્યા હતા અને પશુ-પક્ષી, અને માનવી બધા જ દુઃખી થઈ ગયા હતા. આવા સંકટના કપરા કાળમાં આ વિસ્તારના પ્રજા પાલક ગોર્યા કોઠારે આવશ્યક અન્નનું વિતરણ કરવાનું શરૂ કર્યું. પરંતુ, સમય જતાં ગોર્યા કોઠારના અન્ન ભંડાર પણ ખાલી થવા લાગ્યા ત્યારે તેમની પાલક પુત્રી, યાહા પાંડોરીએ કણી-કંસરીનું રૂપ ધારણ કરીને અન્ન વિતરણનું કાર્ય સંભાળ્યું હતું. ત્યારથી આજ પર્યંત અનાજના ભંડારો ક્યારેય ખૂટ્યા નથી. એટલે કે, આદિ-અનાદિ કાળથી લઈને આજ સુધી માતાજીના અન્ન ભંડારો સમગ્ર માનવજાત માટે હંમેશા ભરેલા રહ્યા છે.

સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલ આ મંદિરમાં અનેક પેઢીઓથી લાખો ભક્તો માતાજીના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે તેમની સમસ્યાઓ અને દુઃખોના ઉકેલ મેળવવા માટે આવે છે. મંદિરના પુજારી દ્વારા માતાજીને આહ્વાન કરવામાં આવે છે અને આશીર્વાદ આપીને દરેક વ્યક્તિના કલ્યાણની મંગળકામના કરવામાં આવે છે. માતાજીના ચરણોમાં જે પણ વ્યક્તિ રડતો આવે છે, દુઃખી માણસ તે હસતાં હસતાં પાછો ફરે છે.

આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે મહાશિવરાત્રિનો મેળો દેવમોગરા ખાતે જ્યાં રાજા પાંઠા-વિનાદેવનું સ્થાનક છે, ત્યાં દર વર્ષે મહાશિવરાત્રિ પર એક ભવ્ય ગઢ યાત્રા યોજવામાં આવે છે. આ યાત્રામાં પરંપરાગત વાજિંત્રો અને નૃત્ય સાથે માતાજીને ગઢમાં જંગલો-પર્વતોની વચ્ચે આવેલા કુદરતી ઝરણામાં સ્નાન કરાવવામાં આવે છે. એટલું જ નહીં, માતાજીની પૂજા કરીને આગામી વર્ષ માટે ખેતીવાડી તથા વરસાદ, હવામાનનો (હોલકો ઠોકીને) વરતારો લેવામાં આવે છે. હજારો શ્રદ્ધાળુઓ આ મુજબ તેમની ખેતીવાડીનું આગોતરું આયોજન કરે છે. મેળા દરમિયાન માતાનાં આંગણામાં આવેલ કાકળનાં વૃક્ષ પર એક જ રાતમાં ફૂલો આવી જાય છે. સવારે ભક્તો તેના દર્શન કરે છે અને જે દિશામાં સૌથી વધુ ફૂલો હોય એ દિશામાં વર્ષ દરમ્યાન ખેતીવાડીનું કામ સારું થશે તેવું માને છે.

દર વર્ષે મહા વદ અમાસ અને મહાશિવરાત્રીનાં આગલા દિવસથી સળંગ પાંચ દિવસ સુધી ભરાતો આ મેળો આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે. આ મેળામાં લાખો ભક્તો માતાજીના દર્શન માટે ભેગા થાય છે, જે ખરેખર આહ્લાદક દ્રશ્ય હોય છે. આ મંદિરમાં ડાબી બાજું શ્યામવર્ણી મહાકાલી માતાની મૂર્તિના પણ લોકો ભાવથી દર્શન કરે છે. આમ એકજ મંદિરમાં બે માતાજી બિરાજમાન છે.

દેવમોગરા ધામ: આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક આદિજાતિ સમુદાય હજારો વર્ષોથી તેમની અનોખી પરંપરાનું પાલન કરે છે, જેમાં તેઓ સંપૂર્ણ શ્રદ્ધા સાથે નવા પાકને વાંસની ટોપલીમાં મૂકે છે અને શાકભાજી, પૂજાનાં સામાનની હિરી (હિજારી) બાંધી માથા પર મૂકીને રંગબેરંગી વસ્ત્રો અને મહિલાઓ સોના-ચાંદીના ઘરેણામાં સજ્જ વાજતેગાજતે હોબ યાત્રા પર નીકળે છે. સવા મહિનાના વ્રત-ઉપાસના કરીને યાહા પાંડોરી દેવમોગરાનાં ચરણોમાં ધાન્ય-અન્નને શ્રદ્ધા સાથે સમર્પણ કરે છે અને ત્યાર પછી નવા ધાન્યને આરોગવામાં આવે છે. આમ, દેવમોગરા ધામ એ ફક્ત એક સ્થાનક જ નથી, પરંતુ આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે અને સ્થાનિક પ્રદેશના ઘેરીયાઓ હોળી-ધૂળેટીના તહેવાર દરમ્યાન સવા મહિનો ઘરની બહાર નિકળી જઈને ઘરે-ઘરે ફરી ઘેરીયા બને છે અને નવ રસના શ્રૃગાંર સાથે મન મૂકીને નાચગાન કરે છે અને હોળીના આગલા દિવસે હોળી ચોક ખાતે હોળી પ્રગટાવીને નાચ-ગાન વાજિંત્રો સાથે પરંપરાગત વેશભૂષામાં સજ્જ બની મહિલાઓ પણ હોળીના લોલે (ગીત) ગાઈને આનંદ ઉત્સવ મનાવે છે.

 

શૈશવ રાવ (નર્મદા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: 'જનજાતિય ગૌરવ દિવસ', @india, @temple, Bhagwan Birsa Munda, Breaking news, CM Gujarat, gujarat, localnewsgujarat, Mogi Mata Devmogra Dham, Narendra Modi, Narmada Collector, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Prime Minister, topnews, આદિજાતિ સમાજ, આદિવાસી લોકસંસ્કૃતિ, કુળદેવી પાંડોરી માતા, દેવમોગરા ધામ, નર્મદા જિલ્લા, નર્મદા જિલ્લા કલેક્ટર, ભગવાન બિરસા મુંડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાંચતલાવડા ગામની શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિનાં ભણાવાયાં પાઠ
Next Article અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025માં સનાતન સંસ્થાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ – વિવિધ વિષયોને સ્પર્શતું અનોખું ગ્રંથ પ્રદર્શન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?