સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે દાહોદના આદિવાસી તલવાર નૃત્યની થશે પ્રસ્તુતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) તથા ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી(TRI)ના સંયુકત ઉપક્રમે થનારું આયોજન
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું શ્રેષ્ઠતમ પ્રવાસનસ્થળ બન્યું છે, દેશ-વિદેશથી આવનાર પ્રવાસીઓ ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે અને આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા તેમજ આ આદિવાસી વિસ્તારની વિવિધ વસ્તી વચ્ચે એકતા અને સમજણને પ્રોત્સાહન આપવા તલવાર નૃત્યની પ્રસ્તુતિ કરવાનું નક્કી કરાયું છે. મુલાકાતીઓના વિશાળ સમુદાય સાથે આદિવાસી સંસ્કૃતિની જાળવણીના શુભ આશય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) તથા ગુજરાત આદિવાસી સંસોધન અને તાલીમ સોસાયટી(TRI)ના સંયુકત ઉપક્રમે આ સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે.
સમગ્ર વિશ્વમાં ભારત દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પુરૂં પાડે છે, ત્યારે ભારતની અને ખાસ કરીને આદિવાસી સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાણકારી અને ઝલક વિશાળ સંખ્યામાં આવતા મુલાકાતીઓને મળી રહે અને ભારત દેશની સંસ્કૃતિને વિવિધતામાં એકતાના દર્શન કરી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) અને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી(TRI) વચ્ચે થયેલા સમજુતી કરાર મુજબ નિયમિત પણે આયોજન કરવામાં આવશે તે મુજબ શનિવાર તારીખ 18 મે 2024 ના રોજ દાહોદ ના પ્રખ્યાત તલવાર નૃત્યની પ્રસ્તુતિ થશે સાંજે 6:15 કલાકથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલ M&VC ખાતે અને સાંજે 7:00 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની બાજુમાં આવેલ બસ બે સ્ટેશન ખાતે નૃત્યની પ્રસ્તુતિ થશે.
પ્રવાસીઓને આ દિવસો દરમ્યાન એકતા નગરના પ્રવાસનું આયોજન ઘડી કાઢવા અમારી નમ્ર વિનંતી છે.