જિલ્લા કલેકટરના અઘ્યક્ષસ્થાને મિશન વાત્સલ્ય યોજના અંતગર્ત જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિ તેમજ બાળ કલ્યાણ સમિતિની ત્રિમાસિક રિવ્યુ બેઠક જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં બાળકોની સુરક્ષા માટે જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિ અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જે અંતર્ગત મિશન વાત્સલ્ય યોજના, એડોપ્શન રેગ્યુલેશન, પાલક માતા-પિતા યોજના, સ્પોન્સરશીપ યોજના, શેરો પોઝીટીવ ઇલનેસ શીષ્યવૃત્તિ, મુખ્યમંત્રી બાળ સેવા યોજના, પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ તથા સી.આઈ. એસ. એસ અન્વયે કરેલ કામગીરી અંગે જિલ્લા બાળ સુરક્ષા એકમના શ્રી મહેશ પટેલ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા ક્લેક્ટર દ્વારા જિલ્લાના તમામ તાલુકામાં બાળકો અંગે વિવિધ કામગીરી માનવતાની રૂહે કરવા, સી.આઈ. એસ. એસ અંતર્ગત આવતા બાળકોની શારીરિક અને માનસિક પરિસ્થિતિ તેમજ દત્તક લીધેલ બાળકો વિશે અવારનવાર તેમની ચકાસણી કરવામાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લામાં બાળકોની સુરક્ષા માટે કામગીરી કરતા જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ તથા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ નોંધાયેલ સંસ્થાઓ જેમાં માતૃછાયા અને આશ્રમ તથા હિન્દુ અનાથ આશ્રમ સંસ્થાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ તેમજ સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)