રાજ્યભરમાં અત્ર તત્ર સર્વત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના પગલે ખેડૂતોમાં ખુશીઓની લહેર ફરી વળી હતી. જોકે આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગે મેઘરાજાની સવારી નીકળવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર મોટાભાગે તમામ જિલ્લાઓમાં આજે મેઘમહેર થશે.
જુઓ કયા જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાં બાદથી વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રના આ વિસ્તારોની હાલત બગાડી શકે
જ્યારે હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.