મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે બાદશાહને સમન્સ મોકલ્યું છે. સાયબર સેલ ફેયરપ્લે એપ (મહાદેવ એપ સાથે જોડાયેલ બેંટિગ એપ) અંગે બાદશાહની પૂછપરછ કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલામાં બાદશાહની સાથે સાયબર સેલ બોલિવૂડના અન્ય 40 કલાકારોને પણ સમન્સ મોકલી શકે છે.
બાદશાહ અને ફેરપ્લે એપ વચ્ચે કનેક્શન છે?
ફેરપ્લે એપ મહાદેવ એપથી જોડાયેલી છે, જેને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે.આ એપને IPL સ્ટ્રીમ કરવાની પરવાનગી નથી. પરંતુ, તેણે ગેરકાયદેસર રીતે IPL સ્ટ્રીમ કર્યું હતુ. તેથી વાયકોમ 18, જેની પાસે આઈપીએલના અધિકારો હતા, તેણે ફેરપ્લે એપ સામે એફઆઈઆર દાખલ કરી હતી.
વાયાકોમ 18ની ફરિયાદ બાદ રેપર બાદશાહને સમન્સ પાઠવવામાં આવ્યો હતો. કારણ કે તેણે IPL દરમિયાન કથિત રીતે ફેરપ્લે એપનો પ્રચાર કર્યો હતો.
Maharashtra Police Cyber Cell is questioning rapper Badshah in Mumbai, in connection with the online betting company app 'FairPlay'. 40 celebrities including the rapper had allegedly promoted the FairPlay app.
(file photo) pic.twitter.com/IFCXbFruW5
— ANI (@ANI) October 30, 2023
મળતી જાણકારી મુજબ થોડા દિવસો પહેલા EDએ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ઘણા મોટા સ્ટાર્સને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ મામલામાં સૌથી પહેલા એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને રાયપુરની પ્રાદેશિક કચેરીમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ પછી કપિલ શર્મા, હુમા કુરેશી, હિના ખાનની પણ પૂછપરછ કરવામાં આવી હતી.