ટેકનોલોજી ક્ષેત્રની જાણીતી હસ્તિ એલન મસ્કે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઝડપી વિકાસ સામે ચેતવણી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે અત્યારસુધીમાં શોધાયેલી નવી શોધોમાં એઆઈ એ સૌથી વધુ ખલેલ પહોંચાડનારી એક ટેકનોલોજી છે. એક સમય એવો આવશે જ્યારે એઆઈને કારણે રોજગારની હયાતી જ નહીં રહે. જો કે આ વખત કયારે આવશે તે કહેવું મુશકેલ છે. પરંતુ એક સમય એવો હશે જ્યારે રોજગારો ગાયબ થઈ ગયા હશે.
એઆઈ સેફટી પરિષદ વખતે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે સાથેના એક ઈન્ટરવ્યુમાં મસ્કની આ ચેતવણી આવી પડી છે. માણસ તેમના વ્યક્તિગત સંતોષ માટે જ કામ કરશે. એઆઈ દરેક કામ કરવાની શક્તિ ધરાવશે.
એઆઈની સારી તથા નરસી બન્ને બાજુ છે. ભવિષ્યમાં એક પડકાર એવો આવશે જેમાં આપણે જીવનમાં અર્થ સમજવાનું મુશકેલ બની જશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.આ મુલાકાત દરમિયાન મસ્કે એઆઈને જાદૂઈ ચિરાગ સાથે સરખાવ્યું હતું, જે તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે. જો કે આવી ઈચ્છાઓનો સારી રીતે અંત નથી આવતો. માટે ઈચ્છા કરતા પહેલા સંભાળ લેવી જરૂરી છે.
ઊભરી રહેલી ટેકનોલોજી માટેના નિયમનો ત્રાસજનક છે પરંતુ આવશ્યક છે. એલન મસ્ક અગાઉની ટ્વિટર અને હવે એકસના વડા છે. એઆઈ કંઈક ખોટુ કરે તો તેને અટકાવવા ફિઝિકલ ઓફ્ફ સ્વીચ રાખવાનું મહત્વનું છે. એઆઈ સામેથી સલામતિની ચર્ચામાં ચીનનો સમાવેશ આવશ્યક હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ચીનની ગેરહાજરીથી સ્થિતિનો કોઈ અર્થ નહીં રહે.