બેઠકમાં પ.પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત, માનનીય સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજી તે ઉપરાંત બધાજ સહ-સરકાર્યવાહ, પ્રાંત પ્રચારકો/સહ-પ્રાંત પ્રચારકો અને ક્ષેત્ર પ્રચારકો/સહ-ક્ષેત્ર પ્રચારકો ઉપસ્થિત છે. એ સિવાય તમામ કાર્ય વિભાગોના અખિલ ભારતીય અધિકારીઓ અને સંઘ પ્રેરિત વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ પણ ઉપસ્થિત રહશે.
બેઠકમાં આ વર્ષે યોજાયેલા સંઘ શિક્ષા વર્ગો અને કાર્યકર્તા વિકાસ વર્ગોની સમીક્ષા થશે, સંઘ શતાબ્દી કાર્ય વિસ્તાર યોજનામાં અત્યાર સુધીમાં થયેલી પ્રગતિ, સામાજિક પરિવર્તનના વિષયો પર અનુભવોનું આદાન- પ્રદાન અને વર્તમાન પરિદૃશ્યના સંદર્ભમાં ચર્ચા થશે.