તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ
રાજ્યના મુખ્ય પ્રાદેશિક પક્ષોમાંના એક ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK)માં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટીમાં બે ભાગ પડી ગયા છે અને સીવી શણમુગમના નેતૃત્વમાં ધારાસભ્યોના એક જૂથે મુખ્યમંત્રી જોસેફ વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK)ને સમર્થન જાહેર કર્યું છે.
મંગળવારે (12 મે) મીડિયા સાથે વાત કરતા શણમુગમે જણાવ્યું કે AIADMKના કેટલાક ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. તેમણે પાર્ટીના મહામંત્રી એડાપ્પાડી કે. પલાનીસ્વામી પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે તેઓ DMK સાથે ગઠબંધન કરીને સત્તામાં આવવા માગતા હતા.
Chennai, Tamil Nadu: AIADMK leader CV Shanmugam says, "…We decided to extend our support to the TVK, which emerged victorious."
"We founded this party against DMK. For 53 years, our politics have been against the DMK. Given this history, a proposal suggesting that an AIADMK… pic.twitter.com/pNiCWcDyQI
— ANI (@ANI) May 12, 2026
શણમુગમે કહ્યું, “AIADMKની સ્થાપના 53 વર્ષ પહેલાં DMK સામે લડવા માટે થઈ હતી. અમે હંમેશા DMKની નીતિઓનો વિરોધ કર્યો છે. છતાં DMK સાથે સરકાર બનાવવા માટે પ્રસ્તાવ મુકાયો, જેને મોટાભાગના ધારાસભ્યોએ નકારી દીધો. જો DMK સાથે ગઠબંધન કરવામાં આવે તો પાર્ટીનું અસ્તિત્વ જ જોખમમાં પડી જશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે હવે તેઓ કોઈ ગઠબંધન વગર પાર્ટીને મજબૂત બનાવવા ઇચ્છે છે, પરંતુ હાલના રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને TVKને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, જનતાએ TVKને જનાદેશ આપ્યો છે અને તેનો સન્માન કરવો જરૂરી છે.
બળવો કરનાર ધારાસભ્યોએ પાર્ટી નેતૃત્વમાં ફેરફારની માંગ પણ ઉઠાવી છે અને એસપી વેલુમણિને ધારાસભ્યોના નેતા તરીકે નિમવાની માંગ કરી છે. જોકે વેલુમણિએ પાર્ટીમાં વિખવાદ હોવાનો ઈનકાર કર્યો છે અને કહ્યું છે કે તેઓ પાર્ટીને તોડવા માંગતા નથી.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં
AIADMKને 47 બેઠકો મળી છે. શણમુગમના દાવા પ્રમાણે, તેમના જૂથને મોટા ભાગના ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે.
આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે રાજ્યમાં ટૂંક સમયમાં ફ્લોર ટેસ્ટ યોજાવાનો છે. TVKને 108 બેઠકો મળી છે, જ્યારે સરકાર બનાવવા માટે 118 બેઠકો જરૂરી છે. હાલ વિજયની સરકાર કોંગ્રેસ અને અન્ય નાના પક્ષોના સમર્થનથી ચાલે છે. જો AIADMKના કેટલાક ધારાસભ્યો પણ સમર્થન આપે તો સરકાર વધુ મજબૂત બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel