પાકિસ્તાનના કરાચીમાં લ્યારી ગેંગ વોર સાથે જોડાયેલા કુખ્યાત ગેંગસ્ટર રહેમાન ડકૈતના પરિવારનું નામ ફરી એકવાર અપરાધની દુનિયામાં ચર્ચામાં આવ્યું છે. કરાચી પોલીસએ રહેમાન ડકૈતના પુત્ર જિબ્રાનની ફરી એક વખત ધરપકડ કરી છે. આરોપ છે કે જિબ્રાન પાસે ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી. પોલીસ અનુસાર, જિબ્રાન એક રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ અનેક ગુનામાં તેની ધરપકડ થઈ ચૂકી છે, છતાં તે અપરાધની દુનિયા છોડવા તૈયાર નથી.
આ કાર્યવાહી સોમવારે કરવામાં આવી હતી, જ્યારે કલાકોટ પોલીસ સ્ટેશનની ટીમે વિશેષ ઓપરેશન હાથ ધરી જિબ્રાનને કલાકોટ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેની પાસેથી એક ગેરકાયદે પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે, જોકે કેટલાક સ્થાનિક અહેવાલોમાં બે પિસ્તોલ અને કારતૂસ મળ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્તાવાર રીતે પોલીસએ એક પિસ્તોલ જપ્ત કર્યાની પુષ્ટિ કરી છે અને આરોપીને “રીઢો ગુનેગાર” તરીકે વર્ણવ્યો છે, કારણ કે તે વારંવાર જેલ જઈ ચૂક્યો છે.
Jibran, son of notorious Lyari gangster Rehman Dakait, arrested in Old City with an unlicensed firearm and ammunition. A repeat offender, his arrest highlights ongoing police efforts to dismantle Karachi’s entrenched gang networks. pic.twitter.com/sfjko7d4yA
— HTN World (@htnworld) February 2, 2026
પોલીસ રેકોર્ડ મુજબ, જિબ્રાન વિરુદ્ધ 2023 અને 2024 દરમિયાન કલાકોટ પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછી બે FIR નોંધાયેલી છે. તે ડ્રગ્સની તસ્કરી, ખંડણી માટે અપહરણ અને લ્યારી વિસ્તારમાં ગુનેગાર ટોળકી ઉભી કરવાનો પ્રયાસ કરવાના ગંભીર આરોપોમાં સંડોવાયેલો રહ્યો છે. પોલીસનું કહેવું છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ પણ જિબ્રાને ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી, જેના કારણે તે સતત પોલીસની નજર હેઠળ હતો અને અંતે ફરી ધરપકડ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે રહેમાન ડકૈત લ્યારી ગેંગ વોરનું એક મોટું નામ હતું. તે 80થી વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો અને કરાચીના લ્યારી વિસ્તારમાં લાંબા સમય સુધી અપરાધનું પર્યાય બન્યો હતો. વર્ષ 2009માં કરાચી પોલીસે રહેમાન ડકૈતને તેના ત્રણ સાથીઓ સાથે એક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. તેમ છતાં, તેના મૃત્યુ બાદ પણ પરિવારના સભ્યો ગુનાખોરીથી દૂર રહી શક્યા નથી. 2024માં રહેમાન ડકૈતના એક અન્ય પુત્રને પણ કથિત એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યો હતો. હાલ જિબ્રાનની ધરપકડ બાદ ફરી એકવાર લ્યારી ગેંગ વોર અને રહેમાન ડકૈતના પરિવારની ગુનાઇત પૃષ્ઠભૂમિ ચર્ચાનો વિષય બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel