Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

વડોદરા કોર્પોરેશનનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 6 બ્રિજ માટે ₹260 કરોડ અને ₹200 કરોડના બ્લ્યુ બોન્ડની યોજના

વડોદરા કોર્પોરેશનનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 6 બ્રિજ માટે ₹260 કરોડ અને ₹200 કરોડના બ્લ્યુ બોન્ડની યોજના

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નાણાંકીય વર્ષ માટેનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં કુલ ₹5,036 કરોડના ખર્ચનું આયોજન દર્શાવવામાં આવ્યું છે, જ્યારે પાલિકાને અંદાજે ₹4,861 કરોડની આવક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક માળખાં અને પર્યાવરણને અનુકૂળ આયોજન પર કેન્દ્રિત આ બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.

બજેટ મુજબ વડોદરા શહેરના ટકાઉ વિકાસ અને સ્ટ્રેટેજિક ક્લાઈમેટ એક્શન માટે ₹200 કરોડના બ્લ્યુ બોન્ડ બહાર પાડવામાં આવશે. સાથે સાથે, ક્લાઈમેટ એક્શનને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે ખાસ સેલની રચના કરવામાં આવશે. શહેરના ટ્રાફિક અને કનેક્ટિવિટી સુધારવા માટે ₹260 કરોડના ખર્ચે 6 નવા બ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષણ અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ₹298 કરોડના ખર્ચે નવી મોડેલ સ્કૂલોનું નિર્માણ કરાશે. આ ઉપરાંત શહેરમાં 30,000 સરકારી આવાસ યોજનાઓ અમલમાં મૂકવાનો પણ પ્લાન છે. સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે સમા, માંજલપુર અને સેવાસી વિસ્તારમાં 3 નવા ઓડિટરિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રશાસકીય માળખાંને મજબૂત બનાવવા માટે ₹150 કરોડના ખર્ચે વડોદરા મહાનગરપાલિકાની નવી કચેરી બનાવવામાં આવશે. તે ઉપરાંત, ₹150 કરોડમાં ફાયર સ્ટેશનના ક્વાર્ટર્સ, અલકાપુરી વિસ્તારમાં મલ્ટીલેવલ કાર પાર્કિંગ તથા ઝોન પ્રમાણે લેબર ચોકના વિકાસની પણ યોજના જાહેર કરવામાં આવી છે. ગુણવત્તા અને પારદર્શિતાને વધુ મજબૂત બનાવવા માટે ક્વોલિટી કન્ટ્રોલ સેલ, GIS સેલ અને વિજીલન્સ સેલને વધુ સશક્ત બનાવવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

આ ડ્રાફ્ટ બજેટ વડોદરાને આધુનિક, પર્યાવરણમૈત્રી અને સુવિધાસભર શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Vadodara Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.