આણંદ જિલ્લામાં તારીખ ૭ મી મંગળવારના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન યોજનાર છે
ત્યારે આણંદ જિલ્લાના વિવિધ સંપ્રદાયના ધર્મ ગુરુઓએ અને શતાયુ એટલે કે ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા મતદારોએ પણ આણંદ જિલ્લાના યુવા મતદારો મહિલા મતદારો અને તમામ મતદારોને મતદાન અવશ્ય કરવા અપીલ કરી છે સાથે સાથે તેમણે જણાવ્યું છે કે અમે પણ મતદાન કરવાના છીએ ગમે તેવી ગરમી હોય પણ મતદાન માટે સમય કાઢવો પડે મતદાન કરવું એ આપણી ફરજ અને આપણો હક્ક છે મતદાન કરવાથી આપણી લોકશાહી મજબૂત બને છે ૧૦૦ વર્ષના મતદારોએ જણાવ્યું કે અમે દરેક ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છીએ અને અત્યારે પણ મતદાન કરવાના છીએ તો કોઈપણ બહાનું કાઢ્યા વગર આણંદ જિલ્લાના તમામ મતદારો મતદાન કરે તેવી નમ્ર અપીલ કરી છે.
વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓમાં સ્વામિનારાયણ સંપ્રદાય-નાર ના સંત શ્રી, સારસા સતકૈવલ સંપ્રદાય ના ધમૅગુરૂ, આણંદ ના ક્રિશ્ચિયન ધર્મગુરુ અને મુસ્લિમ ધર્મ ગુરુએ મતદાન કરવા માટે ખાસ અપીલ કરી છે.