click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રા.સ્વ.સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતનો સાક્ષાત્કાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રા.સ્વ.સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતનો સાક્ષાત્કાર
Gujarat

રા.સ્વ.સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતનો સાક્ષાત્કાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયા દશમી શુભદિનથી તેના શતાબ્દી વર્ષની ઉજવણી માટે સંકલ્પબદ્ધ છે.

Last updated: 2025/05/27 at 7:28 પી એમ(PM)
One India News Team
Share
20 Min Read
SHARE

સંઘની યાત્રાનું મૂલ્યાંકન, સંઘની કાર્યપ્રણાલી, સંઘના પડાવો, સંઘ દ્વારા ચિંતવેલાં પંચ-પરિવર્તનો, સંઘનો સંદેશ અને સંઘના સંકલ્પ વિશે જાણવાં માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત સાથે વિસ્તૃત વાતચીતનું ગુજરાતી ભાષાંતર શબ્દશઃ પ્રસ્તુત છે.

આપ સંઘના એક સ્વયંસેવક અને સરસંઘચાલકજી હોવાના ના તે સંઘની ૧૦૦વર્ષોની યાત્રા ને કેવી રીતે જુઓ છો?

ડૉ. હેડગેવારજી એ સંઘનું કાર્ય બહુસમજી -વિચારીનેશરૂકર્યુંહતું. દેશસામેજેમુશ્કેલીઓજોવામળીરહીછે,

તે માટે કયા ઉપાયો અજમાવવાજો ઇ એ તે પ્રયોગોના આધારે નિશ્ચિત કરવામાંઆવ્યું અને તે ઉપાયકારગર નિવડ્યા.

સંઘની કાર્યપદ્ધતિ થી કામ થઇ શકે છે અને માર્ગ માં આવનારી બધી બાધાઓને પાર કરીને સંઘ આગળ વધીશકેછે, તે અનુભવથી સિદ્ધથવાને ૧૯૫૦ સુધીનો સમય લાગીગયો. તે પછી સંઘનો દેશ વ્યાપીવિસ્તાર અને તેના સ્વયંસેવકોનું સમાજમાં અભિસરણ (રૂધિરાભિસરણએટલેહૃદયદ્વારાશરીરમાંરૂધિર (રક્ત) નુંઅભિસરણ, આ અર્થમાં અભિસરણશબ્દપ્રયોજાયેલોછે.) શરૂથયું. પછી ના ચાર દાયકાઓ સુધી સંઘના સ્વયંસેવકો એ સમાજ  જીવનના અન્યાન્યક્ષેત્રો માંઉત્તમરીતે કાર્યકરતાં, પોતાના કર્તૃત્વ, અપનત્વ અને ચારિત્ર્ય ના આધારે સમાજ નો વિશ્વાસ સંપાદિતકર્યો. ૧૯૯૦ પછી આ વિચાર તેમજ ગુણસંપદા ના આધારે દેશ ચલાવી શકાયછે, તે સિદ્ધ કરીબતાવ્યું. હવે આની આગળ અમારા માટે કરણીયકાર્ય એ છે કે,

આજગુણવત્તાતથાવિચારોપરઅવલંબનરાખીનેસમગ્રસમાજતમામભેદભાવોભૂલીનેપ્રામાણિકતાતથાનિસ્વાર્થબુદ્ધિથીદેશમાટેસ્વયંકાર્યકરેઅનેદેશનેમહાનબનાવે.

૧૦૦ વર્ષની આ યાત્રા ના મહત્ત્વપૂર્ણ પડાવ કયા હતા?
સંઘ પાસે કશું જ ન હોતું! વિચાર નીમાન્યતા ન હોતી, પ્રચારનુંસાધનનહોતું. સમાજમાંઉપેક્ષાઅનેવિરોધમાત્રહતો. કાર્યકર્તા પણ ન હોતા. સંગણક (કોમ્પ્યુટર)માં આ માહિતી નાંખી (Feed કરી) હોત તો તેણે આ જાણકારી આપતાં ત્યારે તે ભવિષ્યવાણી કરી હોત કે, આ નું જન્મતાં વેંત મૃત્યુ થશે, પરંતુ દેશવિભાજન વખતેહિંદુઓ નારક્ષણ નીકસોટી માંથીઅનેસંઘ પર પ્રતિબંધ જેવીકઠિનવિપત્તિઓ માંથી સંઘ સફળ થઇ બહાર નીકળ્યો. અને ૧૯૫૦ સુધી માં એ સિદ્ધ થઈ ગયું કે, સંઘ નુંકામ ચાલશે અનેઆગળ પણવધશે. આ પદ્ધતિથી હિંદુસમાજ નેસંગઠિતકરીશકાયછે.  એ પછી સંઘ નો પહેલાંકરતાં પણ વધારે વિસ્તાર થઈ ગયો. આ સંઘશક્તિ નું મહત્ત્વ, ૧૯૭૫ ના કટોકટી કાળ માં સંઘ ની જે ભૂમિકા રહી તેના કારણે  સમાજના ધ્યાનમાં આવ્યું.

આગળ જતાં એકાત્મતા રથયાત્રા, કાશ્મીર ના સંબંધ માં સમાજ માં જનજાગરણ તથા શ્રી રામજન્મભૂમિ મુક્તિ આંદોલન તેમજ વિવેકાનંદ સાર્ધશતિ જેવાં  અભિયાનો ના માધ્યમોથી તેમજ સેવાકાર્યો ના પ્રચંડ વિસ્તારથી સંઘવિચાર તથા સંઘપ્રત્યે વિશ્વસનીયતા નો ભાવસમાજ માં વ્યાપ કરી તે વિસ્તારિત થયો.

૧૯૪૮ અને૧૯૭૫ માં સંઘ પર જે સંકટ આવ્યાં તે માંથી સંગઠન શું શીખ્યું?
આ બંને પ્રતિબંધો લાદવા પાછળ રાજકારણ હતું. પ્રતિબંધ લગાવનારા પણ જાણતા હતા કે, સંઘ થીકોઈ નુકસાન નથી, પરંતુ સંઘ થી લાભ જ છે. આટલામોટાસમાજમાંસ્વાભાવિકરીતેજચાલતીવિચારોનીપ્રતિસ્પર્ધામાંપોતાનુંરાજકીયવર્ચસ્વજાળવીરાખવાનોપ્રયાસકરનારાસત્તારૂઢલોકોએસંઘપરપ્રતિબંધલગાવ્યોહતો. પહેલાપ્રતિબંધવખતેબધીવાતોસંઘનીવિરુદ્ધમાંહતી. સંઘસમાપ્તથવામાંહતો, પરંતુબધીવિપરીતતાઓછતાંપણસંઘતેપ્રતિબંધોમાંથીબહારઆવ્યોઅનેઆગળ૧૫-૨૦વર્ષોમાંપૂર્વવત્થઇનેપહેલાંકરતાંપણઆગળવધીગયો. સંઘનાસ્વયંસેવકો, જેમાત્રશાખાઓચલાવતાહતાઅનેસમાજનાક્રિયાકલાપોમાંમોટીભૂમિકાનહોતાભજવતા – તેઓસમાજનાઅન્યાન્યક્રિયાકલાપોમાંસહભાગીથઈનેત્યાંપોતાનીભૂમિકાસુનિશ્ચિતકરવાલાગ્યા. ૧૯૪૮નાપ્રતિબંધથીસંઘનેએલાભથયોકે, અમેઅમારાસામર્થ્યનેજાણ્યુંઅનેસમાજઅનેવ્યવસ્થાઓમાંપરિવર્તનલાવવામાટેનીયોજનાબનાવીનેસ્વયંસેવકોઆગળઆવ્યા.
સંઘનાવિચારમાંપહેલાંથીજનિર્ધારિતહતુંકે, સંઘનુંકાર્યમાત્રએકકલાકનીશાખાસુધીમર્યાદિતનથી, પરંતુબાકીના૨૩કલાકમાંપોતાનાવ્યક્તિગત, પારિવારિક, સાર્વજનિકતથાઆજીવિકાનાક્રિયાકલાપોમાંસંઘનાસંસ્કારોનીઅભિવ્યક્તિપણકરવાનીછે.
આગળજતાં, ૧૯૭૫નાપ્રતિબંધમાંસમાજેસંઘનાવધેલાવ્યાપનીશક્તિનોઅનુભવકર્યો.

જ્યારે સારા સારા લોકો નિરાશ થઇને બેસી ગયા હતા ત્યારે સામાન્ય સ્વયંસેવકપણ – આ સંકટ જતું રહેશે અને આપણે સૌ સલામત રીતે બહાર આવી જઇશું, તેવું વિશ્વાસપૂર્વકવિચારતો હતો. ૧૯૭૫ના  કટોકટી કાળ માં પોતાની ઉપર લાદેલા પ્રતિબંધ ને મુદ્દો ન બનાવતાં સંઘેપ્રજાતંત્ર ની રક્ષા માટે કાર્ય કર્યું, સંઘ પર ટીકા-ટિપ્પણી કરનારાઓને પણ સાથ આપ્યો. તે સમયે સમાજમાં, વિશેષ કરીને સમાજ ના વિચારશીલ લોકો માં એક વિશ્વાસપાત્ર વૈચારિક ધ્રુવ જેવું સંઘ નું સ્થાન બન્યું. કટોકટી કાળ પછી સંઘ અનેક ગણો વધારે શક્તિશાળી બનીને બહાર આવ્યો.

ભૌગોલિક અને સંખ્યાત્મક દૃષ્ટિ એ સંઘ આગળ વધતો રહ્યો છે, તેમ છતાં ગુણવત્તા પૂર્ણ કાર્ય તેમજ સ્વયંસેવકો નું ગુણવત્તા પૂર્ણ પ્રશિક્ષણ કરવામાં સંઘ સફળ રહ્યો છે, તેનાં કારણો કયાં છે?
ગુણવત્તા અને સંખ્યાઆ બંનેમાંથી માત્ર ગુણવત્તામાં વધારો કરીએ અને સંખ્યાના વધારીએ, અથવા ફક્ત સંખ્યામાં વધારો કરીએ અને ગુણવત્તા નાવધારી એ તો ગુણવત્તા નું વધવું કે સંખ્યાનું ટકવું એ સંભવન થી. આ વાત સમજી ને સંઘે પહેલાં તેના પર ધ્યાન આપ્યું કે, સંઘે સંપૂર્ણસમાજનેસંગઠિતકરવાનોછે, પરંતુસંગઠિતકરવામાટેનોએકઅર્થએછેકે, એકએકવ્યક્તિનેકેવીરીતેતૈયારકરવો? આ તમામ વ્યક્તિઓનું ગઠબંધન કે સંગઠન કેવું હોવું જોઇએ? `આપણે’ ની ભાવના કેવી હોવી જોઇએ? તે માટે કેટલાક માનક અગાઉ થી તૈયાર કરવામાં આવ્યાછે. આ માનકો ને તોડ્યા વગર સંખ્યા વધારવા ની છે અને માનકો સાથે બાંધછોડ પણ કરવાનીનથી, પરંતુ  તેનો અર્થ લોકોને સંગઠન બહાર રાખવાનો નથી. એકમોટા સંગઠન ના પ્રારંભ ના દિવસો નુંએક ઉદાહરણ છે. એ સંગઠન માં મૂળસમાજવાદી વિચારધારાના એક વ્યક્તિ કાર્યકર્તા બન્યા. તેમને સતત સિગારેટ પીવાની ટેવ હતી.

 

પહેલી વખત તે અભ્યાસ વર્ગ માં આવ્યા ત્યારે સિગારેટ તો છોડો પણત્યાં સોપારી ખાનાર પણ કોઇ ન હોતું. તે દિવસ ભર તડપતા રહેતા. રાતે પથારી માં સૂવે ત્યારે ઊંઘ જ નાઆવે. એટલા માં સંગઠનમંત્રી આવ્યા અને કહ્યું કે, ઊંઘ નથી આવી રહી, તો બહાર ચાલો, થોડો આંટો મારીનેઆવીએ. બહાર લઇ જઇ તેમણે તેનવા વ્યક્તિ ને એમ પણ કહ્યું કે, પેલા ચોક માં સિગારેટ મળશે. મન ભરી ને પીલો અને પાછા આવો, વર્ગ ની અંદર સિગારેટ નહીં મળે. તેનવા કાર્યકર્તા ટકી ગયા. ખૂબ સારા કાર્યકર્તા બન્યા અને તેમની સિગારેટ ની લત પણ છૂટી ગઇ તે સંગઠન ને તેમણે તે પ્રદેશ માં એક નવી ઊંચાઇએ પહોંચાડ્યું. વ્યક્તિ જેવો છે તેવો જ તેનો સ્વીકારકરવાનોછે, અમે આલચીલા પણું રાખીએ છીએ. પરંતુ અમને જે જોઇએ છે તેવા બનાવનારીઆત્મીયતાનીકળાપણઅમેરાખીએછીએ. આહિંમતઅનેતાકાતઅમેરાખીએછીએ. આકારણથીસંખ્યાવધવાનીસાથેગુણવત્તાપણકાયમરહી. અમને સંગઠન માં ગુણવત્તા જોઈએ છે પણ સાથે અમારે સમગ્ર સમાજ ને જ ગુણવત્તા પૂર્ણ પણ બનાવવા નો છે, તે નું ધ્યાનઅમે રાખી એછીએ.

સંઘ આજે પણ ડૉક્ટર હેડગેવારજી તેમજ શ્રીગુરુજી ના મૂળ વિચારો ને અનુરૂપચાલી રહ્યો છે. પરિસ્થિતિ ની આવશ્યકતા ને અનુરૂપઆ માં કેવી રીતે રૂપાંતરણ કર્યુંછે?
ડૉક્ટરસાહેબ, શ્રી ગુરુજી કે પછી બાળા સાહેબ ના વિચારો સનાતન પરંપરા અને સંસ્કૃતિ થી અલગ નથી. પ્રગાઢ ચિંતન તેમજ કાર્યકર્તાઓના પ્રત્યક્ષપ્રયોગો ના અનુભવ થી સંઘ ની કાર્યપદ્ધતિ નક્કર બની અને ચાલી રહી છે. પહેલાં થી જ તેમાં પોથીનિષ્ઠા, વ્યક્તિનિષ્ઠા તેમજ અંધાનુકરણ માટે કોઇ જગ્યા નથી. અમે તત્ત્વપ્રધાન છીએ. મહાપુરુષો ના ગુણો નું, તેમ નીદર્શાવેલી દિશા નું અનુસરણ કરવાનું છે, પરંતુ  દરેક દેશ-કાળ-પરિસ્થિતિ માં આપણો માર્ગ સ્વયં બનાવીને ચાલવાનું છે. આથી જનિત્યાનિત્ય વિવેક હોવો જોઇએ. સંઘમાં નિત્યશુંછે? એકવાર બાળા સાહેબે કહ્યું હતું કે, `હિંદુસ્થાન હિંદુરાષ્ટ્ર છે!’ આ વાત ને બાદ કરતાં બાકી બધુ સંઘમાં બદલાઇ શકે છે. સંપૂર્ણ હિંદુ સમાજ આ દેશ પ્રત્યે ઉત્તરદાયી સમાજ છે. આ દેશનો સ્વભાવ તેમ જ સંસ્કૃતિ હિંદુઓની સંસ્કૃતિ છે. આથી જ તે હિંદુરાષ્ટ્ર છે. આ વાતને પાક્કી રાખીને (બાંધછોડકર્યાવિના) બધું કરવાનું છે. આ માટે સ્વયંસેવક ની પ્રતિજ્ઞામાં – `આપણો પવિત્ર હિંદુધર્મ,

હિંદુ સંસ્કૃતિ તેમ જ હિંદુ સમાજનું સંરક્ષણ કરીને હિંદુરાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ’ની વાત કહેવામાં આવી છે. હિંદુશબ્દની વ્યાખ્યા પણ વ્યાપક છે. તેની ચોખટ (Frame)માં પોતાની દિશાકાયમ રાખીને દેશ – કાળ – પરિસ્થતિ અનુસારનાં પરિવર્તનો કરતાં કરતાં આગળ વધવાનો પર્યાપ્ત અવસર છે. પ્રતિજ્ઞામાં – `હું સંઘનો ઘટક છું!’ એમ પણ કહેવામાં આવે છે. ઘટક એટલે સંઘને ઘડનાર, સંઘનું લઘુરૂપ અને સંઘનું અભિન્નઅંગ! એટલા માટે ભિન્નભિન્ન મત હોય ત્યારે પણ ચર્ચામાંતેને અભિવ્યક્ત કરવાનું પૂર્ણસ્વાતંત્ર્ય છે. એકવાર સહમતિ સધાય અને નિર્ણય થઈ જાય ત્યારે તમામ લોકો પોત-પોતાના મતને તે નિર્ણયમાં વિલીન કરી એક જ દિશામાં ચાલે છે. જે નિર્ણય થાય તેને માનવાનો છે. આથી જ સૌને કરવાની સ્વતંત્રતા પણ છે અને તમામની દિશાપણ એક જ છે. નિત્યને આપણે કાયમ રાખી એ છીએ અને અનિત્યને દેશ-કાળ-પરિસ્થિતિ અનુસાર બદલીને ચાલીએ છીએ.

સંઘને જે બહાર થી જુએ છે, જેમણે અનુભવન થી કર્યો, તેમને સંગઠન નો ઢાંચો સમજ માંઆવે છેપરંતુ આટલી લાંબીયાત્રા માં વિચાર-વિમર્શ અને આત્મચિંતન ની પ્રક્રિયા કેવી રહે છે?
તેની એક પદ્ધતિ બનાવેલી છે. જેનો ઉદ્દેશ અને આશય નિશ્ચિત છે. પરંતુ તેનેઆગળ વધારવા નીપદ્ધતિ અલગ અલગ હોઇ શકેછે. ઢાંચો બદલાઈ શકે છે, પરંતુ ઢાંચા નીઅંદર શું છે તે પાક્કું (અચળ) છે. પરિસ્થિતિ ની સાથે સાથે મનઃસ્થિતિ નુંપણ મહત્ત્વ છે. આથી જ અમારાં પ્રશિક્ષણો માં દેશ ની સ્થિતિ, પડકારો જેવા ઘણાં જ વિચારો રહેતા હોય છે, જેની સાથે સાથે તેના સંદર્ભ માં સ્વયંસેવકે કેવા હોવું જોઇએ, સંગઠન કયા ગુણો ના આધારે બને છે, સ્વયમ્માં એ ગુણો નો વિકાસ કરવા માટે આપણે શું કરીએ છીએ – વગેરે વાતો નો પણ વિચાર થાયછે. પ્રાર્થના માં અમારા સામૂહિક સંકલ્પ અને પ્રતિજ્ઞા માં પ્રત્યેક સ્વયંસેવક ના વ્યક્તિગત સંકલ્પનું નિત્યપ્રતિદિન સ્મરણ કરવામાં આવેછે. સંઘનાસ્વયંસેવકનોઅર્થજસ્વયંથીપ્રારંભકરનારો, એવોછે. ઘટકશબ્દનોઅર્થછે – `જેવોહુંછું, તેવોસંઘછેઅનેજેવોસંઘછે, તેવોહુંછું!’ જેમ સમુદ્ર નું પ્રત્યેકટી પુંસમુદ્ર સમાન છે અને બધાંટી પાંમળીને જ સમુદ્ર બનેછે. તેવી જ રીતે! આ `એક’ અને `પૂર્ણ’નો સંબંધ સંઘમાં પ્રારંભથી જ ચાલી રહ્યો છે. સ્વયંસેવક નું આત્મચિંતન સતત ચાલે છે. સફળતા નું શ્રેયસમગ્ર સંઘ નું હોય છે અને નિષ્ફળતા ની સ્થિતિમાં `હુંક્યાં ઊણો ઊતર્યો’ – તે વિશે દરેક સ્વયંસેવક વિચારે છે. આવું પ્રશિક્ષણ સ્વયંસેવકો નું હોય છે.

સમાજ બદલાયો, જીવનશૈલી બદલાઈ, શું  આજ ની પરિસ્થિતિ માં સંઘ ની દૈનિક શાખા નું મૉડલ તેટલું જ અસરકારક છેકે પછી તેના માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા પણ છે?
શાખા ના કાર્યક્રમોના વિકલ્પો હોઇ શકે છે, અને અમે તેનો સ્વીકાર કરીએ છીએ. પરંતુ શાખાનાં જે તત્ત્વો છે, જેમ કે એકઠા થવું, સદ્ગુણોની સામૂહિક ઉપાસના કરવી અને દરરોજ મનમાં એ સંકલ્પને જાગ્રત કરવો કે, આપણે માતૃભૂમિ માટે કામ કરીએ છીએ, પરમ વૈભવ માટે કામ કરી રહ્યા છીએ! હળવું-મળવું, એકબીજાનો સહયોગ કરવો, આ મૂળ છે, અને તેનો કોઇ વિકલ્પ નથી. સામાન્ય માનવી સામાન્ય છે. તે અસામાન્ય ત્યારે થાય છે, જ્યારે તે જોડાયેલો રહે છે અને પછી સામાન્ય વ્યક્તિ પણ અસામાન્ય કાર્ય કરી નાંખે છે, અસામાન્ય ત્યાગ પણ કરે છે. પરંતુ તેના માટે એક વાતાવરણ હોવું જોઇએ, અને પછી તે વાતાવરણ સાથે જોડાયેલું રહેવું જોઈએ. ઉદાહરણ અને આત્મીયતા તે પરિવર્તનનાં કારક (કર્તાહર્તા) છે, આ સિવાય બીજા કોઈ કારકો નથી. દુનિયામાં ક્યાંય પણ જાઓ, જ્યારે પણ પરિવર્તન થાય છે, ત્યાં કોઇ એક મૉડલ રહેલું હોય છે, જેમાં પહેલાં પોતેપોતાના માં પરિવર્તન કરવું પડે છે. તેને જોઇને લોકોમાં પણ પરિવર્તન આવે છે. એ દૂર રહીને ના થઈ શકે, એ માટે આત્મિય થવું પડે છે, નજીકના થવું પડતું હોય છે. મહાપુરુષો અનેક છે. તેમને જાણીએ પણ છીએ, તેમના પ્રત્યે આપણી શ્રદ્ધા છે, સન્માન છે. છતાં હું જેની સંગતમાં હોઉં તે જે રીતે ચાલે છે તે પ્રકારે હું ચાલું છું. હું એજ કરું છું, જેની મને સંગત છે. મારો પોતાનો મિત્ર, પણ તે મારા કરતાં થોડો સારો હોય, તેનું અનુસરણ કરું છું. પરિવર્તન માટે આ પદ્ધતિ સાબિત થયેલી છે. તેમાં કોઇ બદલાવ આવ્યો નથી, ત્યાં સુધી તો શાખાનું બીજું કોઈ મૉડલ નથી. કાર્યક્રમ અને બીજું બધું બદલાઇ શકે છે. શાખાનો સમય બદલાય છે, વેશ બદલાય છે, શાખામાં નવા-નવા કાર્યક્રમો કરવાની અનુમતિ પહેલાંથી છે, પરંતુ શાખાનો કોઈ વિકલ્પ નથી. શાખા ક્યારેય અપ્રાસંગિક હોતી નથી. આજે આપણા શાખાના મૉડલ અંગે પ્રગતિશીલ દેશોના લોકો પણ આવીને અધ્યયન કરે છે, એના વિશે પૂછે છે. દર દસવર્ષે અમે ચિંતન કરીએ છીએ કે, શું બીજો કોઇ વિકલ્પ છે? હું આ પ્રકારનાં ચિંતનોમાં અત્યાર સુધી ૬-૭ વખત ઉપસ્થિત રહ્યો છું, પરંતુ અમારે જે કરવું છે, તેવું કરવાવાળો કોઇ વિકલ્પ અત્યાર સુધી મળ્યો નથી.

સંઘ વનવાસી ક્ષેત્રોમાં કેવી રીતે આગળ વધી રહ્યો છે?
વનવાસી ક્ષેત્રોમાં પહેલું કામ છે કે જનજાતીય બંધુઓને સશક્ત કરવા, તેમની સેવા કરવી. પછી તેમાં એ પણ જોડાઈ ગયું કે તેમનાં કે હિતોની રક્ષા માટે પ્રયાસ કરવા. અત્યારે આપણો જનજાતિય સમાજ કોઈ અન્યને તૃત્વનો ચલાવ્યો ચાલી રહ્યો છે. આપણે ઇચ્છીએ છીએ કે, જનજાતિય સમાજમાંથી તેઓનું નેતૃત્વ ઊભું થાય, જે પોતાના જનજાતિય સમાજની ચિંતા કરે અને સંપૂર્ણ રાષ્ટ્રજીવનનું તે એક અંગ છે, તે સમજીને તેને આગળ વધારે. આ ક્ષેત્રોમાં કામકરના રાસ્વયંસેવકોની સંખ્યાવધી રહી છે. જનજાતિ કોણ છે, તેનાં મૂળ ક્યાં છે? જનજાતિય સમાજમાંથી નીકળેલા મહાપુરુષ, સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનારા જનજાતિય સમાજના નાયક, આ તમામ વાતો વિશે તેમને શિક્ષિત કરીને ધીરેધીરે રાષ્ટ્રીયસ્વરમાં બોલનારા, યોગદાન આપનારા કાર્યકર્તા તેમજ નેતૃત્વ ત્યાં ઊભું થાય, તેનો પ્રયાસ ચાલી રહ્યો છે. પૂર્વોત્તરની સાથે સાથે જ અન્ય જનજાતીય ક્ષેત્રોમાં સંઘની શાખાઓ વધી રહી છે.

ભારતના પડોશીદેશોમાં હિંદુઓનું ઉત્પીડન થઇ રહ્યું છે, તેમના વિરુદ્ધ હિંસા થઇ રહી છે. વિશ્વમાં માનવાધિકારની ચિંતા કરનારા શું હિંદુઓની તે પ્રકારે ચિંતા કરી રહ્યા છે? સંઘની પ્રતિનિધિ સભામાં પણ આ વિષય ઉપસ્થિત થયેલો છે. આ વિશે આપનો શો મત છે?
હિંદુઓની ચિંતા ત્યારે થશે જ્યારે હિંદુ એટલો સશક્ત બનશે, કારણ કે હિંદુ સમાજ અને ભારત દેશ જોડાયેલાં છે, હિંદુ સમાજનું બહુ સારું સ્વરૂપ ભારતને પણ સારો દેશ બનાવશે. ભારતમાં જે પોતે પોતાને હિંદુ નથી કહેતા, એમને પણ સાથે લઈને ચાલી શકશે, કારણ કે તે પણ હિંદુ જ હતા. ભારતનો હિંદુ સમાજ સામર્થ્યવાન બનશે તો વિશ્વભરના હિંદુઓને પોતાની મેળે જ એ સામર્થ્યનો લાભ થશે. આ કામ ચાલી રહ્યું છે, પરંતુ પૂર્ણ થયું નથી. ધીરેધીરે તે સ્થિતિ આવી રહી છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચારનું પ્રગટીકરણ આ વખતે જેટલું થયું છે એટલું પહેલાં ન હોતું થતું. એટલું જ નહીં, ત્યાંના હિંદુઓએ એવું પણ કહ્યું છે કે, અમે ભાગી શું નહીં, પરંતુ ત્યાં રહીને પોતાના અધિકારો પ્રાપ્ત કરીશું. હવે હિંદુ સમાજનું આંતરિક સામર્થ્ય વધી રહ્યું છે. એક રીતે સંગઠન વધી રહ્યું છે, તેનું પરિણામ આપોઆપ આવશે. ત્યાં સુધી તેના માટે લડવું પડશે. દુનિયામાં જ્યાં જ્યાં હિંદુ છે, તેના માટે હિંદુસંગઠનના નાતે પોતાની મર્યાદામાં રહીને જે કંઇ કરી શકીએ છીએ તે બધું કરશે, તેના માટે સંઘ છે. સ્વયંસેવકની પ્રતિજ્ઞા જ `ધર્મ, સંસ્કૃતિ અને સમાજનું સંરક્ષણ કરીને રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ કરવાની છે.’

વૈશ્વિક વ્યવસ્થામાં સૈન્યશક્તિ, રાષ્ટ્રીયસુરક્ષા, આર્થિકતા કાતનું પોતાનું એક મહત્ત્વ છે. સંઘ તેના વિશે શું વિચારે છે?
બળ સંપન્ન થવું જ પડશે. સંઘ પ્રાર્થનાની પંક્તિ જ છે કે, ‘अजय्यांच विश्वस्य देहीश शक्तिम्’આપણને કોઇ જીતી ના શકે તેટલું સામર્થ્ય તો હોવું જોઇએ. આપણું પોતાનું બળ જ વાસ્તવિક બળ છે. સુરક્ષાના મામલે આપણે કોઇના પર નિર્ભર ના રહીએ, આપણે પોતાની સુરક્ષા જાતે કરીએ, આપણને કોઇ જીતી ના શકે, આખી દુનિયા મળી ને પણ આપણને જીતી ના શકે, તેટલા સામર્થ્ય સંપન્ન આપણે થવાનું જ છે. કારણ કે વિશ્વમાં કેટલાક દુષ્ટ લોકો છે, જે સ્વભાવથી આક્રમક છે. સજ્જન વ્યક્તિ માત્ર સજ્જનતા ના કારણે સુરક્ષિત ના રહી શકે, સજ્જનતાની સાથે શક્તિ જોઇએ. કેવળ એકલી શક્તિ દિશાહીન થઇને હિંસાનું કારણ બની શકે છે. આથી જ તેની સાથે સજ્જનતા હોવી જોઇએ. આપણે આ બંનેની આરાધના કરવી પડશે. ભારત વર્ષઅ જેય બને“परित्राणाय साधुना मविनाशायच दुष्कृताम्’એવું સામર્થ્ય હોય. કોઇ ઉપાય ન ચાલે ત્યારે દુષ્ટતાનો બળપૂર્વક નાશ કરવો પડશે. પરંતુ સાથે સ્વભાવની સજ્જનતા છે તો રાવણને નષ્ટ કરીને તેના સ્થાને વિભીષણને રાજા બનાવીને પાછા ફરી શકીશું. આ બધું સમગ્ર વિશ્વના કારોબાર પર આપણી છાયા પડે તે માટે આપણે નથી કરી રહ્યા. પરંતુ સૌનું જીવન નિરામય બને, સમર્થ બને, તે માટે કરી રહ્યા છીએ. આપણે શક્તિ સંપન્ન થવું પડશે, કારણ કે દુષ્ટ લોકોની દુષ્ટતાનો અનુભવ આપણે આપણી તમામ સરહદો પર લઈ રહ્યા છીએ.

ભારતની ભાષિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને ધ્યાનમાં રાખીને સંઘ સમાવેશતાને કેવી રીતે આગળ વધારી રહ્યો છે?
સંઘમાં આવીને જુઓ. તમામ ભાષાઓના, પંથ – સંપ્રદાયોના લોકો બહુજ આનંદ સાથે, હળી-મળીને સંઘમાં કામ કરે છે. સંઘનાં ગીત માત્ર હિંદીમાં નથી, પરંતુ અનેક ભાષાઓમાં છે. તમામ ભાષાઓમાં સંઘ ગીતગાનારા ગીત ગાયક, ગીતોની રચના કરનારા કવિ અને સંગીતની રચના કરનાર છે. તેમ છતાં પણ સંઘશિક્ષા વર્ગોમાં જે ત્રણ ગીત આપવામાં આવે છે તે તમામ લોકો ભારતભરમાં સર્વત્ર ગાય છે. તમામ લોકો પોતાની વિશિષ્ટ્રતાઓને કાયમ રાખીને, પોતાના એક રાષ્ટ્રીયત્વનું સન્માન તથા સંપૂર્ણ સમાજની એકતા પ્રત્યે સભાનતા સુરક્ષિત રાખીને ચાલી રહ્યા છે. આ જ સંઘ છે. આટલી વિવિધતાઓથી ભરેલા સમાજને એક સૂત્રમાં પરોવનારું સૂત્ર જ અમે આપીએ છીએ.

સંઘ સામાજિક સમરસતા ની વાત કરે છે અને તેના માટે કામ પણ કરે છે, પરંતુ કેટલાક લોકો સમાનતા ની વાતો કરે છે. આપ આ બંને વચ્ચે ના ભેદ ને કેવી રીતે જુઓ છો?

સમાનતા આર્થિક છે, રાજકીય છે અને સામાજિક સમાનતા આવવી જોઈએ. નહીંતર તેનો કોઇ અર્થ નહીં રહે. બંધુ ભાવ જ સમરસતાછે. સ્વાતંત્ર્ય અને સમતા બંને નો આધાર બંધુતા છે. સમતા સ્વતંત્રતા વગર સંકોચાવા લાગેછે,પણ તેને ટકાઉ બનાવવી હોય તો તેમાં બંધુભાવ નો આધાર હોવો જોઈએ. આ બંધુ ભાવ જ સમરસતા છે. આ સમતા ની પૂર્વશરત છે. નાત જાત અને છૂઆછૂત ના વિરોધ માં કાયદો હોવા છતાં પણ વિષમતા જતી નથી, કારણ કે તેનો નિવાસ મન માં હોય છે. તેને મન થી કાઢવા ની છે. બધાં આપણાં છે, માટે સૌ સમાન છીએ, તેવું માનવાનુંછે. દેખવામાં સમાન નથી તો પણ આપણે એકબીજાનાં છીએ, અપનત્વથી જોડાયેલાં છીએ, તેને સમરસતાક હેવાય છે. પ્રેમ ભાવ, બંધુ ભાવ ને જ સમરસતા કહેવાય છે.

સંઘમાં મહિલાઓની ભાગીદારી ને લઇને પ્રશ્નો ઊભા થતા રહે છે. તે વિશે આપ શું કહેશો?
સંઘનાપ્રારંભિકદિવસોમાં૧૯૩૩નીઆસપાસએકવ્યવસ્થાબનીહતીકેમહિલાઓમાંવ્યક્તિનિર્માણઅનેસમાજસંગઠનનુંકામરાષ્ટ્રસેવિકાસમિતિદ્વારાજકરવામાંઆવશે. આવ્યવસ્થાચાલીરહીછે. જ્યારેરાષ્ટ્રસેવિકાસમિતિકહેશેકેસંઘપણમહિલાઓમાટેકામકરે, ત્યારેજઅમેતેતરફવળીશું. બીજીવાતએછેકે, સંઘનીશાખાનોકાર્યક્રમપુરુષોમાટેછે. તેકાર્યક્રમોજોવામાટેમહિલાઓઆવીશકેછે, અનેઆવેપણછે. પરંતુસંઘનુંકાર્યમાત્રકાર્યકર્તાઓનાભરોસેનથીચાલતું. આપણીમાતા-બહેનોનાહાથલાગેછેત્યારેસંઘચાલેછે. સંઘનાસ્વયંસેવકનાઘરમાંજેટલીપણમહિલાઓછે, તેટલીજમહિલાઓસંઘમાંછે. વિભિન્નસંગઠનોમાંપણમહિલાઓસંઘનાસ્વયંસેવકોસાથેમળીનેકામકરેછે. સંઘનીઅખિલભારતીયપ્રતિનિધિસભાનીબેઠકમાંપણતેમનુંપ્રતિનિધિત્વઅનેસક્રિયસહભાગીદારીછે. આમહિલાઓએપહેલીવારભારતનામહિલાજગતનુંવ્યાપકસર્વેક્ષણકર્યું, જેનેશાસનેપણસ્વીકાર્યુંછે. તેમનાદ્વારાજગતવર્ષેઆખાદેશમાંબહુમોટાંમહિલાસંમેલનથયાં, જેમાંલાખોમહિલાઓએભાગલીધો. આતમામકાર્યોમાંરાષ્ટ્રીયસ્વયંસેવકસંઘનુંસમર્થનતેમજસહયોગરહ્યો. અમેએમાનીએછીએકે, મહિલાઓનોઉદ્ધારપુરુષનાકરીશકેમહિલાઓસ્વયંપોતાનોઉદ્ધારકરશે, તેમાંસૌનોઉદ્ધારથઈજશે. આથીજઅમેતેમનેપ્રમુખતાઆપીએછીએઅનેતેઓજેકરવાચાહેછે, તેનામાટેતેમનેસશક્તબનાવીએછીએ.

સંઘનાશતાબ્દીવર્ષમાંપંચપરિવર્તનનોસંકલ્પઆવ્યોછે. તેનેલઇનેકોઇકાર્યયોજનાબનાવીછે, તેનાઆધારપરઆગળશુંકરીશકોછો?
આચરણનાપરિવર્તનમાટેમનનોભાવહોવોઆવશ્યકબાબતછે. જેકામકરવાથીમનનોભાવબદલાયછે, સ્વભાવપરિવર્તિતથઈજાયછે, તેકામઆપવાનુંછે. અનેતેનાથીજીવનપણઠીકથઈજાયછે. આથીજપંચપરિવર્તનનીવાતકરવામાંઆવીછે.
૧, એમાંએકતોસમરસતાનીવાતછે,આપણાસમાજમાંપ્રેમઉત્પન્નથાય. વિવિધપ્રકારનોસમાજછે, વિવિધઅવસ્થામાંછે, વિવિધભૌગોલિકક્ષેત્રોમાંછે, સમસ્યાઓપણછે. એકનિયમતમારામાટેબન્યોછેએમારામાટેપણયોગ્યજહશેએવુંનથી. આટલોમોટોદેશછે, તેમાંથીજોરસ્તોકાઢવાનોહોયતોજેપણપ્રાવધાનકરવાંપડશે, એપ્રાવધાનમનથીકરાશેતોસુરક્ષિતરહીશુંઅનેપ્રેમવધશે. સામાજિકસમરસતાનોવ્યવહારકરવાનોછે. તેમાંસામાજિકસમરસતાનોપ્રચારઅભિપ્રેતનથી. પ્રત્યક્ષસમાજનીબહારજેટલાપ્રકારોમાનવામાંઆવેછે, અમેતોતેનેએકમાનીએછીએ, એતમામપ્રકારોનામારામિત્રોહોવાજોઇએ, મારાકુટુંબનામિત્રોહોવાજોઇએ. જ્યાંઆપણોપ્રભાવછેત્યાંમંદિર, પાણી, સ્મશાન, એકહોય, આપ્રારંભછે, તેનેઆગળવધારતારહેવાનુંછે.
૨, એવીજરીતેકુટુંબપ્રબોધનછે. સંસારનેરાહતદેનારીજેવાતોછે, જેઆવશ્યકપરંપરાગતસંસ્કારોમાંથીઆવેછે, આપણીકુળ-રીતિમાંછેઅનેદેશનીરીતિ-નીતિમાંપણછે, તેનાપરબેસીનેચર્ચાકરવીતથાતેનાપરસહમતિસાધીનેપરિવારનાઆચરણમાંલાવવીએકુટુંબપ્રબોધનછે.
૩, પર્યાવરણમાટેતોઆંદોલનસહિતઘણીબધીવાતોચાલેછે, પરંતુવ્યક્તિપોતાનાઘરમાંપાણીનોબગાડથાયછે, તેનીચિંતાકરતોનથી. પહેલાંએકરો. વૃક્ષોવાવો, પ્લાસ્ટિકહટાવો, પાણીબચાવો. આવુંંકરવાથીસમજવિકસિતથાયછેઅનેએવિચારવાલાગેછે.
૪, એવુંજ `સ્વ’નાઆધારપરકરો. પોતાના `સ્વ’નાઆધારપરવ્યવહારકરવોજોઈએ. આપણાસૌનોજેરાષ્ટ્રીય `સ્વ’ છેએનાઆધારપરચાલો. પોતાનાઘરમાંભાષા, ભૂષા, ભોજન, ભજન, ભ્રમણ, એઆપણાંહોવાંજોઈએ. ઘરનાઉંબરાનીબહારપરિસ્થિતિઅનુસારકરવુંપડેછે. ઘરમાંતોઆપણેછીએ, `સ્વ’ રહેશેતોતેનાકારણેસંસ્કારપણબચશે. દેશને `સ્વ’નિર્ભરથવુંહશેતોઆપણેબનેત્યાંસુધીદેશનીવસ્તુઓથીકામચલાવીએ. આનીઆદતરાખીએ. એનોઅર્થએનથીકે, આંતરરાષ્ટ્રીયવેપારબંધકરીદો. એનુંએકસંતુલનછે, મારુંચાલીશકતુંહશેતોતેેનેચલાવીશ. દેશનીઆવશ્યકતાછે, કોઈજીવનઆવશ્યકકામછે, તોબહારથીલાવવુંપડેતોલાવો. પણઆપણીશરતોપરકોઈનાદબાવમાંનહીં. આબધીવાતોથશે `સ્વ’નુંઆચરણશક્યબનશે.
૫, કાયદો, સંવિધાન, સામાજિકભદ્રતાનુંપાલન.
આપાંચવાતોલઈનેસ્વયંસેવકએપથપરઆગળવધશેઅનેશતાબ્દીવર્ષપૂર્ણથયાબાદએનેશાખાઓનામાધ્યમથીસમાજમાંલઈજશે. આઆચરણમાંઆવશેતોવાતાવરણબનશેઅનેવાતાવરણબનવાથીપરિવર્તનઆવશે. બીજીઘણીબધીવાતોઆગળનાસમયમાટેનીછે, જેઅહીંથીશરૂથઈનેધીરેધીરેઆગળજશે. આવોવિચારકર્યોછે. જોઈએ.. પછીશુંથાયછે.

આવનારાં ૨૫ વર્ષો માટે કયા સંકલ્પો છે?

સંપૂર્ણ હિંદુ સમાજ ને સંગઠિત કરવો અને દેશને પરમવૈભવસંપન્ન બનાવવો, તેનીઆગળ એક વણ કહી વાત એ છે કે સંપૂર્ણ વિશ્વને આવું બનાવવું છે. ડૉ. હેડગેવાર ના સમયથી જ આ દૃષ્ટિ રહીછે. તેમણે ૧૯૨૦ માં પ્રસ્તાવ આપ્યો હતો કે ભારત નું સંપૂર્ણ સ્વાતંત્ર્ય અમારોધ્યેય છે અને સ્વતંત્ર ભારત દુનિયા ના દેશોને પૂંજીવાદ ની ચુંગાલ માંથી મુક્ત કરશે.’ આવું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કહેવું જોઈએ.

સંઘનાં૧૦૦વર્ષથવાંઅનેદેશનીસ્વતંત્રતાનેપણ૨૦૪૭માં૧૦૦વર્ષપૂરાંથશે. ભારતવિશ્વગુરુકેવીરીતેબનશે? કેટલાકલોકોજાત-જાતનાપ્રકારનાભેદઉત્પન્નકરવાનોપ્રયાસકરશે. આબધાંનેઆપકેવીરીતેજુઓછો?
અમારીજેપ્રક્રિયાછે, તેમાંઆતમામવાતોનીચિંતાકરવામાંઆવીછે. આત્મવિસ્મૃતિ, સ્વાર્થઅનેભેદ, આત્રણેયવાતોસામેલડતાં- લડતાંઅમેઆગળવધીરહ્યાછીએ. આજેસમાજનાવિશ્વાસપાત્રબન્યાછીએ. આપ્રક્રિયાઆગળચાલશે. અપનત્વનાઆધારેસમાજનાતમામલોકોએકમાનસિકતામાંઆવીજશે. એકઅનેએકમળીનેબેથવાનાબદલેઅગિયારથશે. ભારતવર્ષનેસંગઠિતઅનેબળસંપન્નબનાવવાનુંકામ૨૦૪૭સુધીસર્વત્રવ્યાપ્તથઈજશેઅનેચાલતુંરહેશે. સમરસ, સામર્થ્યસંપન્નભારતનાંવિશ્વજીવનમાંસમૃદ્ધયોગદાનનેજોઇનેતમામલોકોતેનાઉદાહરણનુંઅનુકરણકરવામાટેઆગળઆવશે.
૧૯૯૨માંઆપણાએકવરિષ્ઠકાર્યકર્તાએકહ્યુંહતુંકે, આરાષ્ટ્રીયસ્વયંસેવકસંઘનેજોઇદુનિયાનાઅન્યાન્યદેશોનાલોકોતેદેશનોપોતાનોરાષ્ટ્રીયસ્વયંસેવકસંઘઊભોકરશે. જેનાથીસમગ્રવિશ્વનાજીવનમાંપરિવર્તનઆવશે. આપ્રક્રિયા૨૦૪૭પછીપ્રારંભથશેઅનેતેપૂરીથવામાં૧૦૦વર્ષનહીંલાગે. પછીનાં૨૦-૩૦વર્ષોમાંતેપૂરીથઇજશે.

શતાબ્દીવર્ષમાંજેહિંદુહિતૈષીવર્ગછે, સંઘનોશુભચિંતકવર્ગછે, તેરાષ્ટ્રનોહિતચિંતકવર્ગછેતેનામાટેઆપનોશોસંદેશછે?
હિંદુસમાજેહવેજાગ્રતથવુંજપડશે. આપણાતમામભેદઅનેસ્વાર્થભૂલીનેહિંદુત્વનાશાશ્વતધર્મમૂલ્યોનાઆધારેપોતાનાવ્યક્તિગત, પારિવારિક, સામાજિકઅનેઆજીવિકાનાજીવનનેઆકારઆપીને, એકસામર્થ્યસંપન્ન, નીતિસંપન્નતથાતમામપ્રકારનાવૈભવથીસંપન્નભારતઊભુંકરવુંપડશે, કારણકેવિશ્વનેનવામાર્ગનીપ્રતીક્ષાછેઅનેતેમાર્ગઆપવોતેભારતનુંએટલેકેહિંદુસમાજનુંઈશ્વરેસોંપેલુંર્ક્તવ્યછે. કૃષિ-ક્રાંતિથઇગઈ, ઉદ્યોગક્રાંતિથઇગઈ, વિજ્ઞાનઅનેટેકનોલોજીનીક્રાંતિથઇગઈ, હવેધર્મક્રાંતિનીઆવશ્યકતાછે. હુંરિલીજનનીવાતનથીકરીરહ્યો. સત્ય, શુચિતા, કરુણાતેમજતપસનાઆધારેમાનવજીવનનીપુનર્રચનાથાય, તેનીવિશ્વનેઆવશ્યકતાછેઅનેભારતતેનુંપથપ્રદર્શકબનીરહેતેઅપરિહાર્યછે. સંઘકાર્યનામહત્ત્વનેઆપણેસમજીએ. `હુંઅનેમારોપરિવાર’નાદાયરામાંથીબહારઆવીને, અનેઆપણાજીવનનેઉદાહરણબનાવીને, સક્રિયથઇનેઆપણેસૌએસાથેમળીનેઆગળવધવુંજોઇએ, તેનીઆવશ્યકતાછે.

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન – ચીફ એર માર્શલ નગેશ કપૂર

ખેડૂતો માટે રાહતના સમાચાર, સસ્તા દરે KCC લોન ઉપલબ્ધ કરાવવા વ્યાજ પર મળશે સબસિડી

કપડવંજમાં “સાંસદ પ્રીમિયર લીગ” નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદૃધાટન

સંસ્કારોની ભાષા, જ્ઞાન વિજ્ઞાનની ભાષા અને અસ્તિત્વની ભાષા સંસ્કૃત છે- હિમાન્જય પાલીવાલ

COVID 19 ની સંભવિત પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને નર્મદા આરોગ્ય તંત્રનું વિસ્તૃત આગોતરુ આયોજન

TAGGED: Breaking news, economic power, guajrti news, Journey to the Union, Military power, Mohan Bhagwat, national security, oneindianews, Revelation, rss, topnews, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શ્રી મોહનજી ભાગવત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 27, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા તરફથી તમામ વર્ગો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની આગ્રહ પૂર્વક અપીલ
Next Article BSF શહીદ જવાન-ઓપરેશન સિંદૂરના નામે પોસ્ટસનું રાખશે નામ, મહિલા સૈનિકોએ પાકિસ્તાનની ચોકી તોડી નાખી રેન્જર્સને ભગાડ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન – ચીફ એર માર્શલ નગેશ કપૂર
Gujarat મે 28, 2025
ખેડૂતો માટે રાહતના સમાચાર, સસ્તા દરે KCC લોન ઉપલબ્ધ કરાવવા વ્યાજ પર મળશે સબસિડી
Gujarat મે 28, 2025
કપડવંજમાં “સાંસદ પ્રીમિયર લીગ” નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદૃધાટન
Gujarat Kheda મે 28, 2025
સંસ્કારોની ભાષા, જ્ઞાન વિજ્ઞાનની ભાષા અને અસ્તિત્વની ભાષા સંસ્કૃત છે- હિમાન્જય પાલીવાલ
Gujarat મે 28, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?