સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે ‘નૂતન સંકુલ’ના ઉદ્ઘાટનનો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આધ્યાત્મિક માહોલમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.
LIVE: ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ આયોજિત નૂતન સંકુલ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિતિ. સ્થળ : મુડેટી, તા.ઈડર, જિ.સાબરકાંઠા https://t.co/XT3zvXqCYO
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 4, 2026
ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું ‘સદધર્મ સમાજસેવા રત્ન’થી સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ મહાવિદ્યાલય માત્ર એક શૈક્ષણિક સંસ્થા નહીં પરંતુ વૈદિક પરંપરા અને ભારતીય જ્ઞાન પરંપરાને આગળ વધારતું પવિત્ર ‘ચેતના કેન્દ્ર’ છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મૂકાયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું મહત્વ વધ્યું છે. આ નૂતન સંકુલ દ્વારા ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરવામાં મદદ મળશે અને નવી પેઢીમાં સનાતન જ્ઞાનનું સંવર્ધન થશે.
સાબરકાંઠાના ઈડર તાલુકાના મુડેટી ખાતે દ્વારકા શારદા પીઠાધીશ્વર પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજશ્રીના સાનિધ્યમાં ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નિર્મિત નૂતન સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે સહભાગી થવાનો અવસર ભારતની સનાતન જ્ઞાન ગંગા અને… pic.twitter.com/yDHi300bmg
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 4, 2026
સંસ્કૃત ભાષાના મહત્વ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સંસ્કૃત આપણા વેદો અને ઉપનિષદોનો આધાર છે. રાજ્ય સરકાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ જેવા સંસ્થાઓ દ્વારા સંસ્કૃતના જતન માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃત સાથે અંગ્રેજી અને કમ્પ્યુટર શિક્ષણનું સંકલન પ્રશંસનીય ગણાવ્યું હતું.
આ પ્રસંગે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું કે સંસ્કૃત માત્ર ભાષા નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનો મૂળ સ્ત્રોત છે. તેમણે આ સંકુલને શિક્ષણ અને સંસ્કારના સંગમરૂપ કેન્દ્ર તરીકે વખાણ્યું અને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવવાની આશા વ્યક્ત કરી.
આ વેદ વિદ્યાલયની સ્થાપના પૂજ્ય નર્મદાશંકર ભવાનીશંકર શુક્લ દ્વારા શુક્લ યજુર્વેદ અને ઉપનિષદના જ્ઞાનને જીવંત રાખવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. બાદમાં પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા)ની પ્રેરણાથી અને અન્ય મહાનુભાવો ના સહયોગથી 1988માં ટ્રસ્ટનું પુનઃસ્થાપન થયું હતું. 17 ફેબ્રુઆરી 1997ના રોજ “ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય”ની શરૂઆત થઈ, જે આજે સંસ્કૃતિ જતનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટી ઉદય માહૂરકર, રાજ્યમંત્રી પી.સી. બરંડા, ધારાસભ્યો, પદાધિકારીઓ, આમંત્રિતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel