ઓડની શિયાતી સીમમા તા-૨૭ રોજ પ્રકાશભાઈ પટેલના ખેતર ના કૂવામાં રસલ્સ વાઇપર જાતિના ઝેરી સર્પ કૂવામા ફસાયો હોય તેવી જાણ થતા નેચર હેલ્પ ફાઉન્ડેશન વિદ્યાનગરમા ફોન કરી થોડા સમયમાં રેસ્ક્યુ કરવા આકાશ ભોઈ અને સહાયક જતીન રાવળ આવી પહોંચ્યા અને સલામતી રીતે સર્પનુ રેસ્ક્યુ કર્યુ.
નેચર હેલ્પ ફાઉન્ડેશના સભ્ય આકાશભાઈએ જણાવ્યું હતું કે, રસલ્સ વાઈપરની ગણતરી વિશ્વના ખતરનાક સાપમાં થાય છે અને તે ભારતમાં પણ જોવા મળે છે. ભારતમાં જોવા મળતા સાપમાં તે ખૂબ જ ખતરનાક છે. ભારતનો આ ખતરનાક સાપ જયારે કરડે છે ત્યારે થોડી જ સેકન્ડોમાં લોહીના ગંઠાવા સાથે તેની કિડની ફેલ થઈ જાય છે અને સમયે ઉપચાર થાય તો બચાવ થઈ શકે છે રસેલ્સ વાઈપરની ગણતરી વિશ્વના ખતરનાક સાપમાં થાય છે અને તે ભારતમાં પણ જોવા મળે છે. આ સર્પને ગુજરાતમા ચિતરો નામથી પણ ઓળખાય છે આ સર્પ સલામત સ્થળે છોડવામા આવશે.