સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં ‘રામોત્સવ’ની ઉજવણી તા. ૧૮ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ૨૦-૦૧-૨૦૨૪, સવારે ૧૧ થી ૧ એમ. પી. પટેલ ઑડિટોરિયમ ખાતે શ્રી રામ કેન્દ્રિત કાવ્ય ગોષ્ઠી અને રામ ચરિત માનસ ચોપાઈ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવ્ય ગોષ્ઠીમાં વિવિધ સ્થળોએથી દસ કવિઓ હાજર રહી પ્રભુશ્રી રામના જીવન આધારિત પોતાની રચનાઓ રજૂ કરી હતી. જેમાં ડૉ. હરેશ્વરીદેવી,પંકજ ચતુર્વેદી’ સૃષ્ટિ’, ડૉ. મુકેશ જોષી, રાખી સિંહ કટિયાર, ડો. અંકુર દેસાઈ, પ્રો. ડૉ. દક્ષા જોશી, શૈલેષ પંડયા-ભીનાશ, ડો. સતીન દેસાઈ – પરવેશ, મોહનભાઈ બારોટ, પ્રો. ડૉ. મણીલાલ હ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાવ્ય ગોષ્ઠીમાં કવિઓ દ્વારા રજૂ કરાયેલ રામ આધારિત કાવ્યો, ગીત, ગઝલોને યુનિવર્સિટી દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રગટ કરશે. ૧૭ વિદ્યાર્થીએ રામચરિત માનસની ચોપાઈનું ગાન કર્યું હતું. આ પ્રસગે કા. કુલપતિ નિરંજનભાઈ પટેલ, કુલસચિવ ભાઈલાલભાઈ પટેલ, હિન્દી વિભાગના અધ્યક્ષ દિલીપ મેહરા ઉપરાંત વિવિધ વિભાગોના વડાઓ, અધ્યાપકો, વિષયાર્થીઓ ઉપપસ્થિત રહ્યા હતા.