ભાવેણા ફાઉનડેશન નામની ઓફિસ શહેરમાં ઊભી કરી તેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો ફોટો લગાવી ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને લાલચ આપવામાં આવે છે અને ૩૦૦ રૂપિયા ફોર્મ ફી અને અન્ય ફી તરીકે લેવામાં આવે છે અને એક વર્ષ પછી પૈસા પાછા આવશે તેવી લાલચ આપવામાં આવી રહી છે આની જાણકરી સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબૂચાને થતાં ત્યાં પોહચ્યાં હતા અને ભાવેણા ફાઉનડેશનના કર્મચારીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહી , જેથી દાળ માં કાળુ હોય તેવું લાગતા કાળુભાઈએ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને મળી અરજી આપી હતી અને કહ્યું કે એક વર્ષ પેહલા જો આ ફાઉનડેશન ઉઠી જાય તો ગરીબ માણસો ના પૈસા કોણ પાછા આપશે ? અત્યાર સુધીમાં ૪૫૦૦ જેટલા ફોર્મ ભરાય ચૂક્યા છે અને ભાવેણા ફાઉનડેશન નો ટાર્ગેટ ૨૫૦૦૦ જેટલા ફોર્મ ભરવાનો છે . જો આ ફાઉન્ડેશન બંધ થઈ જાય તો કરોડો રૂપિયા નો ચૂનો લાગશે .
આગામી દિવસોમાં જોવાનું રહ્યુ કે પોલીસ શું એક્શન લેશે.
બાઈટ : કાળુભાઈ જાંબૂચા રાષ્ટ્રીય મહામંત્રી ,સંયુક્ત માનવ અધિકાર