નઘાતપોર જિલ્લા પંચાયત, કેવડિયા જિલ્લા પંચાયત અને ખડગદા જિલ્લા પંચાયતના સાંસ્કૃતિક હોલ ખાતે નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલભાઈ રાવ ની વિશેષ ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તર સુધી કાર્યક્ષમ આયોજન કરવા અને ચૂંટણીમાં વિજય હાંસલ કરવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં પ્રદેશ સંગઠન કારોબારી સભ્ય શબ્દશરણભાઈ તડવી, પ્રદેશ આદિજાતી મોરચા મંત્રી જીતેશભાઈ તડવી, જિલ્લા મહામંત્રી આશિષભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રવણભાઈ તડવી, જિલ્લા ઉપપ્રમુખ હરેશભાઈ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ તડવી, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શીતલબેન તડવી, જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ તડવી, ગરૂડેશ્વર મંડલ ભાજપ પ્રમુખ અજયભાઈ તડવી, ગરૂડેશ્વર તાલુકા મહામંત્રી મનીષભાઈ તડવી, તેમજ પદમમબાબુ તડવી સહિત જિલ્લા અને મંડલના હોદેદારઓ, શક્તિકેન્દ્ર સંયોજકો, બૂથ પ્રમુખો, બૂથ સમિતિના સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના અંતમાં સૌએ એકતા અને સંગઠનની શક્તિ સાથે આગામી ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel