Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

ખેડા જિલ્લામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારતી સેવાલિયા કોર્ટ

ખેડા જિલ્લામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારતી સેવાલિયા કોર્ટ

ખેડા જિલ્લામાં ૧.૬૩ લાખ ઉપરાંતની રકમના ચેક રીર્ટન કેસમાં સેવાલિયાની કોર્ટે એક વર્ષની સજા અને ચેકની રકમનો બમણો દંડ ફટકારીને બેંકમા ભરપાઈ કરવા માટે હુકમ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડીયાદની સેવાલીયા શાખામાંથી ધીરાણ લેનાર જગદીશભાઈ દેવજીભાઈ જાડેજાએ ધિરાણની બાકી રકમ ૧,૬૩,૧૫૯ની ભરી નહોતી. જેથી બેંકના ઓફીસર પ્રવીણભાઇ જસભાઇ પટેલ ધ્વારા ઉઘરાણી કરતાં તેણે રૃા. ૧,૬૩,૧૫૯નો ચેક લખી આપ્યો હતો. જે નિયત તારીખે બેંકે પોતાના ખાતામાં ભરતો તે સ્વીકારાયા વગર પરત ફર્યો હતો. જેથી બેંકના વકિલ દ્વારા જરૂરી કાનુની પ્રક્રિયા હાથ ઘરને સેવાલિયાની કોર્ટમાં ૧૩૮ મુજબ કેસ દાખલ કરાયો હતો, જે સુનાવણી યોજાઈ જતાં ફરિયાદ પક્ષના વકિલની દલિલો તેમજ રજુ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને જજ એચ. બી. ત્રિવેદીએ જગદીશભાઈ દેવજીભાઈ જાડેજાને તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રીટર્ન થયેલ ચેકની બમણી રકમ બેંકમાં ભરપાઈ કરવા હુકમ કર્યો હતો.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.