Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

ખેડા જિલ્લામાં સેવાલિયા પોલીસે ૫૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો, ૨ આરોપીની ધરપકડ કરી

ખેડા જિલ્લામાં સેવાલિયા પોલીસે ૫૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો, ૨ આરોપીની ધરપકડ કરી

ખેડાના સેવાલિયા પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કાર, મોબાઈલ સહિત ૭ લાખ ૧૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે કારચાલક સહિત અન્ય એકની ધરપકડ કરી છે.

બીજી તરફ આ અગાઉ રાજકોટના ગવરીદડ નજીક ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. SOGએ જગદીશ બિશ્નોઈ નામના શખ્સને ૯ કિલો ગાંજા સાથે ઝડપ્યો હતો. મૂળ રાજસ્થાનનો આરોપી હાલ મોરબીનો રહેવાસી હોવાનું સામે આવ્યુ હતુ. રાજકોટ ડિલિવરી કરે તે પહેલા જ એસઓજીની ટીમે ઝડપ્યો હતો. શખ્સ ગાંજો કયાંથી લાવ્યો અને ક્યાં આપવા જતો હતો તે દિશા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.