પઠાણની જેમ શાહરૂખ ખાનની ફિલ્મ જવાને પણ કમાણીના મામલે ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી અને ત્યારથી લોકો આ ફિલ્મ ને લઈને એટલા ક્રેઝી થઈ ગયા છે કે તે રેકોર્ડ વધી રહ્યો છે અને ફિલ્મ કમાણીના મામલે એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે.ફિલ્મને રિલીઝ થયાને 25 દિવસ થઈ ગયા છે અને હાલમાં પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે.
Sacnilkના અહેવાલ મુજબ, ફિલ્મે 25માં દિવસે અંદાજિત 8.80 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે એક મોટો આંકડો છે. આ સાથે આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 600 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
જવાનની અત્યાર સુધીની કુલ કમાણી
સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ નયનતાર જવાનમાં શાહરૂખની સાથે જોવા મળી છે. દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મનો એક ભાગ છે અને વિજય સેતુપતિ નેગેટિવ રોલમાં જોવા મળી રહ્યો છે. 25મા દિવસની કમાણી સહિત આ ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં 604.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના નામે ઘણા રેકોર્ડ છે. તેમાં એક રેકોર્ડ એવો છે કે જવાન દ્વારા શાહરૂખે તેની જ ફિલ્મ પઠાણની વર્લ્ડવાઈડ કમાણીનો આંકડો તોડી નાખ્યો છે, જે 1055 કરોડ રૂપિયા છે. 24મા દિવસે જવાને દુનિયાભરમાંથી 1068.58 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. હાલમાં, 25મા દિવસ માટે વિશ્વવ્યાપી ડેટાની રાહ જોવાઈ રહી છે.
ચાહકો ડંકીની રાહ જોઈ રહ્યા છે
શાહરૂખ ખાને એક જ વર્ષમાં 1000 કરોડની ક્લબની બે ફિલ્મો આપી છે. પઠાણ અને જવાનના તોફાન બાદ હવે તેના તમામ ચાહકો તેની આગામી ફિલ્મ ડંકીની રાહ જોઈ રહ્યા છે, જે પ્રખ્યાત નિર્દેશક રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બની રહી છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ જવાનના ડાયલોગ અને ગીત પણ ચાહકોને ખુબ પસંદ આવ્યા હતા. હવે જોવાનું રહેશે કે, ફિલ્મ જવાનનો રેકોર્ડ કઈ ફિલ્મ તોડે છે.