શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા નીત નવા કાર્યક્રમ નું આયોજન કરે છે. અને સમાજના દરેક વર્ગને પ્રોત્સાહિત કરવાનું પણ કામ કરે છે. એસોસિએશનના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન સોમનાથ મહાદેવ મંદિર, માણેકબાગ સોસાયટી કોમન પ્લોટ, મોડાસા માં shree western G & C Industries. Naroda Ahmedabad
અપ્પુ સરસિયું(કચ્ચી ઘાણી) ઉત્પાદકના સહકારથી યોજવામાં આવ્યો હતો જેને ખૂબ સુંદર સફળતા મળી હતી. આશરે 250 થી પણ વધુ ભક્તજનોએ આ સુંદરકાંડનો પાઠનો લાભ લીધો હતો.
પાઠના અંતે ભક્તજનો માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ, મંત્રી મુકુન્દભાઈ શાહ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ શાહ તેમજ પ્રવીણભાઈ પટેલ, સહમંત્રી મનીષભાઈ ભાવસાર અને નયનભાઈ કોઠારી, ખજાનચી જયેશભાઈ ગાંધી, સોવેનિયર કમિટી ચેરમેન જગદીશભાઈ ભાવસાર, પ્રોજેક્ટ કમિટી ચેરમેન મયુરભાઈ બુટાલા તેમજ પૂર્વ પ્રમુખશ્રી ગોવિંદભાઈ શાહ, મંડળીના મેનેજર નરેશભાઈ શાહ અને સ્ટાફ મિત્રો તેમજ કારોબારી સભ્યો અને સામાન્ય સભ્યશ્રીઓ, માણેકબા સોસાયટીના સિનિયર સિટીઝન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.