શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિયેશન મોડાસા દ્વારા તાજેતરમાં કોલેજના ભામાશાહ હોલમાં પ્રેમનો પાસવર્ડ નામનું નાટકનો શો યોજાયો હતો. જેમાં 1100 થી 1200 નગરજનોએ આ નાટકને માણ્યું હતું. નાટકનું સૌજન્ય આરીફભાઈ શેઠ ઇન્ડિયન ગેસ એજન્સી તરફથી મળ્યું હતું. નાટક અલકા આર્ટ ઇવેન્ટ્સ મોડાસાના અલ્પેશ શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કલાકાર કલ્પેશ પટેલે નાટકને ચાર ચાંદ લગાડી દીધા હતા.
નાટકની શરૂઆતમાં મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ ના ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વિ શાહ અને સુભાષભાઈ એમ શાહ તથા પૂર્વ પ્રમુખ ડૉ મુકુંદભાઈ વિ શાહ નું બુકે થી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નાટકના દિગ્દર્શક મેહુલ પટેલ પ્રસ્તુત કરતા અલ્પેશ શાહ અને મુખ્ય કલાકાર કલ્પેશ પટેલ ને પણ બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નાટકમાં એસોસિએશનના કારોબારી સભ્ય અને મોડાસા નગરપાલિકાના પ્રથમ નાગરિક નીરજભાઈ શેઠને પણ બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નાટકમાં મંડળીના સીઈબી ઈસ્માઈલભાઈ જી દાદુ ચેરમેન શ્રી પંકજભાઈ બી બુટાલા તથા એસોસિએશનના પ્રમુખ શ્રી રમણભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી મુકુન્દ શાહ, ઉપ-પ્રમુખશ્રી પ્રવીણભાઈ પટેલ, સહમંત્રી શ્રી મનીષભાઈ ભાવસાર તથા નયનભાઈ કોઠારી અને ખજાનચીશ્રી જયેશભાઈ ગાંધી તથા સલાહકાર બોર્ડના સભ્યશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, તેમજ મોડાસા નગરની પ્રતિષ્ઠિત સંસ્થાઓના પદાધિકારીશ્રીઓ, પરિવાર સહિત હાજર રહ્યા હતા અને નાટકને ખૂબ જ માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રીશ્રી મુકુન્દ શાહે કર્યું હતું.