રાજયપાલશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર વતી મદદનીશ કલેક્ટરએ કોફીટેબલ બુક અને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી.
હરિયાણાના રાજયપાલ બંડારૂ દત્તાત્રેય દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. રાજયપાલશ્રીએ પ્રથમ દિવસે સરદાર સાહેબના જીવન કવનને દર્શાવતા લેશર શો નિહાળ્યો હતો. બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતા નગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રસંશા કરી હતી.
આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલક રાજયપાલએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ શ્રી ઝુબિન ગમીર દ્વારા રાજયપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા અને નારાયણ માધુ, જિલ્લા વહીવટી તંત્ર તરફથી મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાંગરે રાજ્યપાલને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કર્યા હતા.
એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પો પૈકી જંગલ સફારી પાર્ક અને આરોગ્ય વનની પણ રાજ્યપાલએ મુલાકાત લઈ ગાઈડ પાસેથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી.
રાજયપાલની આ મુલાકાત દરમિયાન તેઓની સાથે જિલ્લા વહીવટી તંત્રના નાયબ કલેક્ટર પ્રોટોકોલ શ્રી એન.એફ.વસાવા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા, નાંદોદના પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી, નાયબ પોલીસ અકધિક્ષક પી.આર.પટેલ જોડાયા હતા.