ગ્રામ પંચાયત અને માર્ગ મકાન વિભાગમાંથી કોઈપણ જાતિઓ પરવાનગી લીધા વગર બિલ્ડર દ્વારા ફરીથી બાંધકામ ચાલુ કરવામાં આવ્યું
આ બાંધકામ અંગે વાલોડ ગ્રામ પંચાયતના તલાટી ને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી.
વાલોડ ગામમાં આવેલ બ્લોક નંબર 999 અને સીટી સર્વે નંબર 105 વાળી બીન ખેતીની જમીનમાં ચાલી રહેલ બિન અધિકૃત બાંધકામને વાલોડ ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.
વાલોડ ગ્રામ પંચાયત માંથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ બાંધકામ ચાલી રહ્યું હતું, જે અંગે ગ્રામ પંચાયત દ્વારા ૬ વખત નોટિસ આપવામાં આવી હતી.
આ અંગેની જાણ તે વખતના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી ને જાણ કરતા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે વાલોડ ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ તથા સભ્યો દ્વારા સાથે મળીને આ બિન અધિકૃત બાંધકામને સિલ મારવામાં આવ્યું હતું.
વાલોડ ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી આ કોમ્પ્લેક્સના બિલ્ડર વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared