સિકંદરનું ટીઝર રિલીઝ, રાજકોટ સાથે છે સલમાનના પાત્રનું ખાસ કનેક્શન છેલ્લે કહ્યું,’આવજો’
છેલ્લા ઘણા સમયથી ભાઈજાનની અપકમિંગ ફિલ્મ 'સિકંદર' ને લઈને ફેન્સ વચ્ચે જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ફર્સ્ટ લુકે તેમની ઉત્સુકતા વધારી દીધી છે. હવે ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
બૉલીવુડના સૌથી ફેમસ અભિનેતાઓમાંથી એક સલમાન ખાનની મૂવીની તેમના ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ભાઈજાનની અપકમિંગ ફિલ્મ ‘સિકંદર’ ને લઈને ફેન્સ વચ્ચે જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ફર્સ્ટ લુકે તેમની ઉત્સુખતા વધારી દીધી છે. હવે ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
ટીસરની શરૂઆતમાં સલમાન ખાન ગુંડાઓનો સફાયો કરતાં દેખાઈ રહ્યો છે. ફિલ્મના જબરદસ્ત ડાયલોગ અને જબરદસ્ત એક્શન સિકવન્સ જ આનો જીવ છે જે તમને સીટ પર ટકાવી રાખશે. સિકંદરના અમુક ડાયલોગ્સ “ઇન્સાફ નહિ, હિસાબ કરવા આવ્યો છું!” આ માત્ર કાનૂનની લડાઈ નથી, પરંતુ સિસ્ટમની સફાઇનું એલાન છે. “કાયદામાં રહો… ફાયદામાં રહેશો” સાંભળીને તમે સમજી ગયા હશો કે ભાઈજાનનો એટીટ્યુડ કેવો હશે.
ટીઝરમાં રશ્મિકા મંદાનાના પણ બે-ચાર સીન બતાવ્યા છે તો એક્શન વચ્ચે તમને રોમાન્સ અને ફ્રેશનેસનો તડકો લગાવતી દેખાશે.
સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમે જાહેરાત
મેકર્સે એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે સિકંદરનું ટીઝર 27 ફેબ્રુઆરીએ 3.33 વાગ્યે રિલીઝ થશે. પોસ્ટમાં લખ્યું હતું – રાહનો અંત આવવાનો છે! યાદ રાખો, સિકંદરનું ટીઝર 27 ફેબ્રુઆરીએ બપોરે 3.33 વાગ્યે રિલીઝ થશે.
ફિલ્મમાં કોણ કોણ દેખાશે?
ફિલ્મના કાસ્ટની વાત કરીએ તો, સલમાન ખાનનો લુક તેમાં ખૂબ જ દમદાર રહેવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બંનેને પહેલી વાર સ્ક્રીન શેર કરતા જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે. આ ઉપરાંત ફિલ્મમાં કાજલ અગ્રવાલ, સત્યરાજ, શરમન જોશી, પ્રતીક બબ્બર અને કિશોર પણ જોવા મળશે.
શું છે ફિલ્મનું બજેટ?
ફિલ્મના બજેટની વાત કરીએ તો સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદર નાડીયાડવાલા ગ્રેન્ડસનના બેનર હેઠળ સાજિદ નાડીયાડવાલા દ્વારા નિર્મિત એક મોટા બજેટનો પ્રોજેક્ટ છે. અહેવાલો અનુસાર, ફિલ્મનું બજેટ લગભગ 400 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે, નિર્માતાઓ અને ફિલ્મની ટીમે હજુ સુધી ચોક્કસ બજેટ જાહેર કર્યું નથી.