અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વર્ષ 2020માં તેના મુંબઈના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. આજે પણ તેનો પરિવાર, ચાહકો અને મિત્રો તેને યાદ કરતા જોવા મળે છે.
સુશાંતની પુણ્યતિથિને યાદ કરીને, તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરીને એક ભાવનાત્મક પોસ્ટ લખી છે. આ સાથે શ્વેતાએ કેટલાક પુસ્તકોની તસવીરો પણ શેર કરી હતી, જેને સુશાંતે વાંચવાનું સૂચન કર્યું હતું. એક સ્લાઈડમાં સ્ક્રીનશોટ જોઈ શકાય છે, જેમાં સુશાંત તેના મનપસંદ પુસ્તકોના નામ જણાવી રહ્યો છે અને સારા પુસ્તકોના સૂચનો પણ માંગી રહ્યો છે.
શ્વેતાએ આ તસવીરો સાથે કેપ્શન લખ્યું- લવ યુ ભાઈ અને તમારા દિમાગને સલામ. હું તમને દરેક ક્ષણે યાદ કરું છું. પરંતુ હું જાણું છું કે, તમે હવે મારો જ એક ભાગ છો. થોડી પુસ્તકોના નામ જણાવી રહી છું, જેનો સુઝાવ તેમણે આપ્યો હતો.
તેમણે કહ્યું કે- આજે તેમની ત્રીજી પુણ્યતિથિ છે. મને પુણ્યતિથિ કહેવું ગમતું નથી કારણ કે તેનાથી મને ખરાબ લાગે છે. આટલું કહીને મને એવું લાગે છે કે, જાણે તે આપણને છોડીને ચાલ્યા ગયા છે. સુશાંતે અમને છોડ્યા નથી. તેણે માત્ર તેનું શરીર છોડી દીધું છે પરંતુ તે હંમેશા આપણી આસપાસ છે. હું તેમને અનુભવી શકું છું. થોડા દિવસો પહેલા હું અમારી વોટ્સએપ ચેટ્સ જોઈ રહી હતી. અમે ઘણી બધી બાબતો પર ચર્ચા કરતા. અમે પુસ્તકો વિશે વાત કરતા. તે મને કહેતો હતો કે, મારે કયા પુસ્તકો વાંચવા જોઈએ.
શ્વેતાએ આગળ કહ્યું- ‘જો આપણે સુશાંતને જીવતા રાખવા માંગીએ છીએ અને જો આપણે તેને ખરેખર પ્રેમ કરીએ છીએ, તો આપણે તે કરવું પડશે જે તે હતો. આપણે તેમની ગુણવત્તા આપણામાં લાવવાની છે. તેના હૃદયની ભલાઈ લાવવી પડશે. હું મારા નાના ભાઈ માટે પ્રાર્થના કરું છું.’ સુશાંત સિંહ રાજપુત ફિલ્મ દિલ બેચરામાં છેલ્લીવાર જોવા મળ્યો હતો. જે એક્ટરના મૃત્યુ બાદ રિલીઝ થઈ હતી.