ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે થયેલ સંવાદ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે તેમ વિગતો અપાઈ છે.
ભાજપ સદસ્યતા અભિયાન સંદર્ભે ભાવનગરમાં મળેલ બેઠકમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણાનાં અધ્યક્ષ સ્થાને હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયેલ.
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ તા.૧૭ પ્રસંગ સાથે સદસ્યતા અભિયાન અંગે કાર્યકર્તાઓની કામગીરી વિશે માર્ગદર્શન આપ્યું.
મહામંત્રી ચેતનસિંહ સરવૈયાનાં સંચાલન સાથે અહીંયા સંગઠન પર્વ, સદસ્યતા અભિયાન, ‘એક પેડ માં કે નામ’, સહિત સેવા પખવાડિયા વગેરે પ્રકલ્પોનાં આયોજનો અંગે હોદ્દેદારો શ્રી હર્ષદભાઈ દવે, ધર્મિષ્ઠાબેન દવે, રાજુભાઈ ફાળકી વગેરે દ્વારા આયોજન વાત રજૂ થઈ. અહીંયા મૂળજીભાઈ મિયાણી સહિત વિવિધ મોરચાનાં હોદ્દેદારો જોડાયાં હતાં.
ભાવનગર જિલ્લા સહકારી બેંકના નવા સુકાનીઓ પ્રમુખ રસિકભાઈ ભિંગરાડિયા તથા ઉપપ્રમુખ કાંતિભાઈ ધાંધલ્યાનું આ બેઠકમાં સન્માન અભિવાદન થયું. આ સાથે વધુ સદસ્યતા નોંધણી કરનાર કાર્યકર્તાને પણ સન્માનિત કરાયાં. આભાર વિધિ રાજુભાઈ બાબરિયા દ્વારા કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આ દિવસો દરમિયાન સંગઠન સાથે વિવિધ સામાજિક કાર્યક્રમો અંગે વિગતો અપાઈ હતી તેમ પ્રવક્તા કિશોર ભટ્ટ તથા પ્રચાર સહસંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)