અરવલ્લી જિલ્લા ના ભિલોડા થી 12 કિલોમીટર દૂર સુનસર નો ધોધ આવેલ છે. તે દર ચોમાસા ની સીઝન માં વધુ વરસાદ થતાં ડુંગર ઉપર તળાવ ઓવરફ્લો થતાં પાણી નો ધોધ નીચે પડતાં નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે. ધોધ સ્વરૂપે પડતા પાણી માં ન્હાવા ની મજા તથા કુદરતી દ્રશ્ય જોવા નો લ્હાવો લેવા દૂર દૂર થી સહેલાણીઓ ઉમટી પડે છે.
ત્યારે આ ચોમાસા ની સીઝન માં પણ ઉપર વાસ નું તળાવ ઓવરફ્લો થતાં સુનસર નો ધોધ વહેતો થયો છે. જેથી આજુ બાજુ નું વાતાવરણ સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. જેની મજા લેવા તથા મોજ મસ્તી કરવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે.