Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

latest news

4,358 stories

ગિરનાર યાત્રા માટે ઇન-આઉટ રજિસ્ટ્રેશન ફરજિયાત : QR કોડથી નોંધણી બાદ જ સીડી અને રોપવે પરથી પ્રવેશ

જૂનાગઢના ગિરનાર પર્વત પર દર્શન અને પ્રવાસ માટે આવતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગિરનારની જૂની સીડી, નવી સીડી અને રોપવે મારફતે પર્વત પર જતા તમામ યાત્રિકો અને પ્રવાસીઓ માટે ઇન…

· 5 min read

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક યુરોપ યાત્રા : મોલ્ડોવા અને ઉત્તર મેસેડોનિયા જનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ બનશે

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 19થી 25 જુલાઈ દરમિયાન મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મહત્વપૂર્ણ રાજકીય મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ ભારત અને મધ્ય-પૂર્વી યુરોપના દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપશે. આ પ્રવાસ અનેક રીતે ઐતિહાસિક માનવામાં…

· 5 min read

સુરતમાં 13 વર્ષની બાળકીની છેડતી કેસમાં રિક્ષાચાલક દોષિત, પોક્સો કોર્ટે ફટકારી 2 વર્ષની કેદ

સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક મોહમ્મદ સઈદખાન ઉર્ફે ફરીદખાન પઠાણને 13 વર્ષની સગીર બાળકીની છેડતીના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત જાહેર કર્યો છે. કોર્ટે આરોપીને બે વર્ષની સખત કેદની સજા સાથે ₹15,000નો દંડ પણ ફટકાર્યો છે. આ કેસ વર્ષ 2024નો…

· 3 min read

હાઇકોર્ટના નિર્દેશ બાદ એક્શનમાં પોલીસ, સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ જવાયા, જંતર-મંતર ખાલી કરાવાયું

દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ અને પેપર લીકના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન શનિવારે, 18 જુલાઈએ ભારે હોબાળો સર્જાયો હતો. દિલ્હી પોલીસે હાઇકોર્ટના નિર્દેશ અને તબીબી સલાહને ધ્યાનમાં રાખીને 21 દિવસથી અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર…

· 5 min read

હળવદના ચરાડવા હાઇવે પર સ્કૂલ બસ ટ્રક સાથે અથડાઈ, 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત; બે બાળકો મોરબી રિફર

હળવદ તાલુકાના ચરાડવા હાઇવે પર વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હળવદની ખાનગી શૈક્ષણિક સંસ્થા ‘બ્રિલિયન્ટ સ્કૂલ’ની વિદ્યાર્થીઓથી ભરેલી બસ દેવીપુર ગામના પાટીયા નજીક આગળ જઈ રહેલી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર કુલ 8 વિદ્યાર્થીઓને…

· 4 min read

અમદાવાદ માટે ₹2,719.80 કરોડના 6 મેગા પ્રોજેક્ટ મંજૂર : ગટર, સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થશે મોટો ફેરફાર

અમદાવાદ મહાનગરના ગટર નેટવર્ક, જળ વ્યવસ્થાપન, સ્લજ પ્રોસેસિંગ અને જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે છ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ઉપલબ્ધ સરકારી માહિતી પ્રમાણે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે અર્બન ચેલેન્જ ફંડ હેઠળ આ છ પ્રોજેક્ટ…

· 14 min read

કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે – જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો સન્માન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને રહેલાં જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ દ્વારા જણાવાયું કે, કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે.…

· 3 min read

GIFT Cityમાં HCLTechના ટેકનોલોજી સેન્ટર અને AI લેબનું હર્ષભાઇ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું, 100 પ્રોફેશનલ્સ સાથે કામગીરી શરૂ

ગુજરાતના આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ તરીકે વિકસેલા ગિફ્ટ સિટીની વૈશ્વિક ઓળખમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ભારતની અગ્રણી આઇટી સર્વિસિસ કંપની HCLTechએ ગિફ્ટ સિટી ખાતે પોતાના નવા આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી સેન્ટર અને AI લેબની શરૂઆત કરી છે. ગુજરાતના ગૃહ…

· 8 min read

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ‘નમો ગ્રીન રેલ’ શરૂ, PM મોદીએ જીંદથી આપી લીલી ઝંડી

ભારતીય રેલવેના ઇતિહાસમાં ગ્રીન અને સ્વચ્છ પરિવહનના નવા યુગની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 17 જુલાઈ, 2026ના રોજ હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ‘નમો ગ્રીન રેલ’ નામની આ ટ્રેન…

· 10 min read

ચીને 22 કરોડ અમેરિકી મતદારોનો ડેટા ચોર્યો : ટ્રમ્પનો મોટો આરોપ, બેઇજિંગે દાવો નકાર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી રાષ્ટ્રને સંબોધતાં ચીન પર વર્ષ 2020ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન મોટા પાયે ચૂંટણી ડેટા મેળવવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો કે ચીને ગેરકાયદેસર રીતે આશરે 22 કરોડ એટલે કે 220 મિલિયન અમેરિકી મતદારોની…

· 9 min read